જામનગરના હાપા રેલવે સ્ટેશન નજીક રહેતા ૨૧ વર્ષના અર્જુન રાજેશભાઈ પરમાર નામના યુવાને પોતાના ઘરે પાઈપ સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લેતાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ તા. ૨૩ નવેમ્બરના બપોરના આશરે ૨ વાગ્યાના અરસામાં બન્યો હોવાનું પોલીસ નોંધમાં દર્શાવાયું છે. યુવાનને ગળાફાંસો ખાધેલી હાલતમાં જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ અંગે તા. ૨૮ નવેમ્બરના સાંજે ૫ઃ૫૦ વાગ્યે મૃતકના પિતા રાજેશભાઈ બાબુભાઈ પરમાર (ઉંમર ૪૧), રહે. હાપા રેલવે સ્ટેશન નજીક, જામનગર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.
પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોત અંગે બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ હેઠળ નોંધ કરી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ જી.કે. જાડેજા ચલાવી રહ્યા છે.






































