ગોંડલ તાલુકાના ભોજપરા ગામમાં ઘરકંકાસમાં પુત્રીએ જ પિતાની હત્યા કરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. ૨૦ વર્ષીય પુત્રીએ પિતાના માથામાં ઈંટના ઘા મારી તેમની હત્યા કરી હોવાનો આરોપ છે. ઘટનાને શરૂઆતમાં પિતા પડી જવાથી તેમનું મોત થયું હોવાનું દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની પણ માહિતી મળી છે.
પોલીસની પૂછપરછ દરમિયાન સમગ્ર ઘટનાની હકીકત બહાર આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મૃતકની પત્નીની ફરિયાદના આધારે ગોંડલ તાલુકા પોલીસે પુત્રી વિરુદ્ધ બીએનએસની કલમ ૧૦૩(૧) હેઠળ હત્યાનો ગુનો નોંધ્યો છે. મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ ગોંડલ તાલુકા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
માથામાં ઢાંકણું માર્યા બાદ પિતાના પેટમાં ચપ્પુના ઘા ઝીંકવામાં આવ્યા હતા. ગંભીર ઈજાઓને પગલે પિતાનું મોત નીપજ્યું હતું. પોલીસે આ કેસમાં પુત્રીની ધરપકડ કરી હતી. ગોંડલની ઘટનાની જેમ જ સુરતમાં પણ પારિવારિક વિવાદે પિતા-પુત્રીના સંબંધને લોહિયાળ બનાવ્યો હતો.