પિંજરપાક તેમજ આંતરપાકના ફાયદાઃ
મુખ્ય પાકની સાથે પિંજરપાકની વાવણી કરવાથી મુખ્ય પાકમાં આવતી જીવાતનો ઉપદ્રવ ઘટાડી શકાય છે. દા.ત.
• કપાસના ૧૦ ચાસ પછી ૧ ચાસ ગલગોટાઓ વાવવાથી લીલી ઇયળનો ઉપદ્રવ કપાસમાં ઘટે છે.
• કપાસની ફરતે ભીંડાની એક હાર વાવવામાં આવે તો કપાસમાં ટપકાવાળી ઇયળ તથા લીલા તડતડીયાનો ઉપદ્રવ ઘટે છે.
• કપાસની ફરતે શણની એક હાર વાવવાથી કાતરાના નુકશાનને અટકાવી શકાય છે.
• તમાકુની નર્સરી ફરતે દિવેલાની એક હાર વાવવાથી પ્રોડેનીયાનો ઉપદ્રવ તમાકુમાંથી નિવારી શકાય છે.
• લીબુંના બગીચામાં ટામેટી વાવવાથી ફળમાંથી રસ ચુસનાર ફુદાનું નુકશાન લીબુંમાં ઓછુ થાય છે.
• આંબાના બગીચા ફરતે શેઢે કાળા તુલસી વાવવાથી ફળમાખીનો ઉપદ્રવ ઘટે છે.
• કોબીજની ૧૦ થી ૧૨ હાર પછી રાયડાનો એક છોડ વાવવામાં આવે તો હીરાફુદાનો ઉપદ્રવ ઘટે છે.
• મગફળીમાં મકાઇની છાંટ નાખવાથી મોલો ઉપદ્રવ મગફળીમાં ઘટે છે.
• ટામેટાની દર આઠ હરોળ પછી એક હરોળ ગલગોટા ઉછેરવાથી લીલી ઇયળનો ઉપદ્રવ ઘટે છે.
• કપાસની સાથે દિવેલા, ચોળી, મકાઇ અને જુવાર જેવા આંતર પાકોનું વાવેતર કરવાથી જીંડવાની ઈયળોનો ઊપદ્રવ ઘટે છે તથા કુદરતી પરભક્ષી કે પરોપજીવી કીટકોની સંખ્યા વધે જેથી પાકનું સંરક્ષણ થતુ હોય છે.
બાજરીઃ
• હાલ ઘણા વિસ્તારમાં બાજરીનું વાવેતર થયેલ છે તેમાં અત્યારે ડુંડામાં લીલી ઈયળનો ઉપદ્રવ વધ્યો છે તેના નિયંત્રણ માટે પ્રોફેનો સાયપરનું મિક્ષ પમ્પમાં ૨૦ એમએલ. દવા વાપરવાથી નિયંત્રણમાં આવશે.
• થુલી અવસ્થાએ પાણી આપીને વાતાવરણ ભેજયુકત અને ઠંડુ રાખવું જેથી દાણાનો ભરાવો સારો થાય.
કપાસઃ
• કપાસનું આગોતરું વાવેતર ન કરવું.
• બિયારણ સસ્તું અને લેભાગુ પાસેથી લેવું નહિ. વિશ્વાસપાત્ર વેપારી પાસેથી બિયારણ લેવું.
• તમારા વિસ્તારમાં જે જાત સારું ઉત્પાદન આપતી હોય તે જાતનું બિયારણ ચોમાસા પહેલા મેળવી લેવી.
• કપાસનો પાક પૂરો થયા બાદ શેઢા-પાળા ઉપર રહેલ નિંદામણો તેમજ અન્ય બિનજરૂરી છોડનો નાશ કરવો. તેમજ પેરાથીયોન ભૂકી શેઢા-પાળા તેમજ જ્યાં ઢાંલીયા કીટક બેસે છે ત્યાં છંટકાવ કરવો.
મગફળીઃ
• ચોમાસાનો વાવણી લાયક વરસાદ થાય તે પહેલા જમીનમાં પિયત આપી ઓરવાણ કરી વરાપ થયે વાવેતર કરવામાં આવે છે તેને આગોતરૂ વાવેતર કહેવામાં આવે છે. સંશોધનના પરિણામો ઉપરથી ભલામણ કરવામાં આવેલ છે કે મે મહિનાનાં છેલ્લા અઠવાડિયામાં અથવા તો જૂન મહિનાનાં પ્રથમ અઠવાડિયામાં વાવેતર થઈ જાય તે રીતે ઓરવણું કરી વાવેતર કરવાથી વધારે ઉત્પાદન તથા આથિક ફાયદો થાય છે.
• મગફળી ઉપાડ્‌યા પછી તેજ બીજનું તુરત વાવેતર કરવું નહિ તેમનો ડોર્મંસી પીરીયડ પૂરો થયા પછી જ વાવેતર કરવું.
જમીનમાં ભેજનું પ્રમાણ અને શીદ્રતા જાળવી રાખવી. તે માટે આગલા પાકનાં ઝાડીયા-મુળિયા, કાંકરા વીણી જમીનને ચોખ્ખી કરો.
• વધારે વહેલું વાવેતર કરવાથી સપ્ટેબર માસમાં જો વધુ વરસાદ થાય તો મગફળી તુટી જવાથી આર્થિક રીતે નુકશાની થાય છે.
• SsuS -૩૨ નું વાવેતર શક્ય બને તો ૧૫ મેં સુધીમાં ઓરવણું કરી વાવેતર કરવાથી ઉત્પાદન વધુ મળે છે.
તલઃ
• હવામાનની પરિસ્થિતિને ધ્યાને રાખીને આગળની કાર્યવાહી કરાવવી.
• તલમાં કાપણી એ ખુબ જ અગત્યની કામગીરી છે કારણ કે સમય કરતા વહેલા તલ વાઢી લેવામાં આવે તો ઉત્પાદન પર માઠી અસર થાય છે અને જો વાઢવામાં મોડુ થાય તો તલ ખરી પડવાથી ઉત્પાદનમાં નુકશાન જાય છે. તલનો પાક આશરે ૯૦ દિવસમાં તૈયાર થઈ જાય છે. છોડના પાન પીળા પડી ખરી પડવા માંડે અને બૈઢા પીળા પડી જાય ત્યારે તલને વાઢી પુળા વાળી તેના ઉભડા કરવા. ઉભડા કરવાની જગ્યાએ જમીન ઉપર મીથાઈલ પેરાથીઓન ર% ભુકી છાંટીને ઉભડા કરવા તથા ઉભડાની ફરતે પણ આ દવાની ભૂકી છાંટવી. આમ કરવાથી તલના દાણામાંથી તેલ ચુસનારા કાળા ભૂરા ચુસિયા નામની જીવાંતથી થતુ નુકશાન અટકાવી શકાય. આ દવાનો તલના ઉભડા ઉપર સીધો છંટકાવ કરવો નહી કારણ કે આમ કરવાથી આ દવાના અવશેષ દાણામાં આવશે જે સ્વાસ્થય માટે હાનિકારક છે. ઉભડા બરાબર સુકાય જાય ત્યારે તેમાંથી તલ થોડા થોડા સમયના અંતરે બે થી ત્રણ વખત ખંખેરી લેવા. તલને સાફ કરી, ગ્રેડીંગ કરી વ્યવસ્થિત રીતે સુકવી ઉંદર કે જીવાતથી નુકશાન ન થાય તેવી જગ્યાએ સંગ્રહ કરવો.
શાકભાજીઃ
• રીંગણના પાકમાં ગંઠવા
કૃમિનું અસરકારક નિયંત્રણ માટે પેસીલોમાયસીસ લીલાસીનસ હેકટર દીઠ ૨૫ કિલો સ્પોરડસ્ટ (૧૦૯ કનીડીયા/ગ્રામ) કેરીયર સાથે ફેરરોપણી સમયે + મરઘાનું ખાતર ૧૦ ટન હેકટર ફેર રોપણીનાં એક અઠવાડિયા પહેલાં અથવા રાઈનો ખોળ હેકટર દીઠ ૨ ટન પ્રમાણે ફેર રોપણીના એક અઠવાડિયા પહેલાં અથવા પેસીલોમાયસીસ લીલાસીનસ હેકટર દીઠ ૨૫ કિલો ફેર રોપણી સમયે + લીમડાનો ખોળ હેકટર દીઠ ૨ ટન પ્રમાણે ફેરરોપણીના એક અઠવાડિયા પહેલાં આપવાની ભલામણ છે.
• શાકભાજી પાકો માટે ધરૂવાડિયાની તેમજ વાવણીની તૈયારી કરવી. શાકભાજીના પાકમાં બિયારણને થાયરમ અથવા કાર્બેન્ડાઝીમનો પટ અવશ્ય આપવો. રીંગણના પાકમાં ફળ અને ડુંખ કોરી ખાનાર ઈયળ તથા અન્ય જીવાતો માટે સંકલિત નિયંત્રણ અપનાવવું.
• ગ્રીન હાઉસમાં ઓફ સીજનમાં ફાયદો મળી રહે તેવા પાકો જેવાકે જર્બેરા, કાર્નેશન, ગુલાબ, ગ્લેડીયોલસ, જેવા ફૂલ પાકો તેમજ ધાણાભાજી, મેથી, મરચા(કેપ્સીકમ), ટામેટા, કાકડી જેવા શાકભાજી પાકો લઇ શકાય.
બાગાયતઃ
• જામફળમાં મૃગબહાર લેવામાં આવે તો તેના ફળો શિયાળા દરમ્યાન મળે છે. જેની ગુણવતા ખુબજ સારી હોય છે, ફળમાખીનો ઉપદ્રવ ઓછો હોય છે. તેમજ વીટામીન – સીનું પ્રમાણ ઘણું હોય છે. આના માટે ફાલ ઉતાર્યા બાદ ઉનાળાની ઋતુમાં ફેબ્રુઆરી – મે માસ સુધી પાણી બંધ કરી આપવામાં આવે છે. ત્યારબાદ ખેડ કરી ગોડ કરવો અને ખાતર પાણી આપવું તેમજ રોગ – જીવાતવાળી સુકી ડાળીઓ કાપી નાખવી.
• બેરમાં છટણી સામાન્ય રીતે એપ્રિલના બીજા પખવાડીયાથી મે ના પ્રથમ પખવાડિયા સુધીમાં કરી શકાય છે. સીતાફળમાં ખાસ પ્રકારની છટણીની જરૂર રહેતી નથી પરંતુ થડની આજુબાજુ ફુટતી ડાળીઓ કાઢતા રહેવું.
• લીંબુના પાકમા જીવાત અને રોગના નિયંત્રણ અગેં યુનિ.ની ભલામણ પ્રમાણે પાન કોરીયાના નિયંત્રણ માટે ફેન્થીઓન, ડાયમથીએટ અથવા કવીનાલફોસ નો છંટકાવ કરવો. તેમજ ગુંદરીયા રોગના નિયંત્રણ માટે રોગ લાગેલ ભાગ ચપ્પુથી છોલી બોર્ડો પેસ્ટ અથવા ઓરીયોફંગીન દવા (૧૦ લીટર પાણીમાં ૧ ગ્રામ પ્રમાણે) ચોપડવાથી ફાયદો થાય છે.
• દાડમ, ફૂલછોડ, ઔષધિય પાકો અને રક્ષિત ખેતી પાકોમાં થ્રીપ્સનાં નિયંત્રણ માટે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) અથવા લીંબોળીનું તેલ ૩૦ મિ.લી. અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લી. (૧ ઈસી) થી ૪૦ મિ.લી. (૦.૧૫ ઈસી) ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• સીતાફળનાં વાવેતર માટે જી.જી.સી.એ.-૧ જાતનું વાવેતર કરવું
• લીબુમાં થડેથી નીકળતા પીલા દૂર કરવા તથા ભલામણ મુજબના ખાતરો આપી દેવા.
પ્લગ નર્સરી ઃ અદ્યતન રીતે ધરૂ ઉત્પાદન પધ્ધતિમાં ”પ્લગ નર્સરી” નો સમાવેશ થાય છે, સારૂં ગુણવત્તાયુકત બિયારણ, કે જેને ધરૂ ઉછેરવા માટે ઉપયોગમાં આવતી પ્લાસ્ટિક ટ્રેમાં વાવી વાતાનૂકુલિત નર્સરીમાં ઉછેરી ગુણવત્તાયુકત અને તંદુરસ્ત ધરૂનું મોટાપાયા પર ઉત્પાદન કરવામાં આવે છે જે ને પ્લગ નર્સરી કહેવામાં આવે છે. આ પધ્ધતિમાં શાકભાજી, ફૂલ છોડ કે પપૈયા જેવા ફળ પાકોના ધરૂ પોલી/ઇન્સેકટનેટ હાઉસમાં જમીનની જગ્યાએ પ્લાસ્ટીકની કે થર્મોકોલની ડીશમાં ગ્રોઈંગ મીડીયા તથા યોગ્ય ખાતર અને પિયત વ્યવસ્થા સાથે તૈયાર કરવામાં આવે છે.
પ્લગીંગ પધ્ધતિના ફાયદાઓ ઃ-
૧) છોડ/ધરૂ મુળનો વિકાસ સારો થાય છે અને રોગ-જીવાત રહિતના છોડ/ધરૂ મેળવી શકાય છે.
ર) ટ્રે ને હેરફેર કરી શકાતી હોવાથી શિયાળુ, ઉનાળુ કે ચોમાસાની ઋતુમાં પસંદગી મુજબ વાતાવરણ આપી શકાય છે જેથી રોપ બગડવાની શકયતાઓ નહિવત થઈ જાય છે.
૩) પીયત આપવામાં આસાની રહે છે. અને રોપ ઉછેર માટે મજુરી ખર્ચમાં ઘટાડો થાય છે.
૪) મશીનરી ઉપર પણ મીડીયા મિશ્‌્રણ કરીને સ્વયં સંચાલિત રીતે ટ્રે ભરીને ઓટોમેટીક બીજનું રોપાણ થઈ શકે છે. જેથી મજુરી ખર્ચમાં સારો એવો બચાવ થાય છે.
પ) બિયારણનો સુરક્ષા દર ૯પ ટકા કરતા વધુ મેળવી શકાય છે તેમજ ધરૂને પ્રવાહી ખોરાક સહેલાઈથી અને સપ્રમાણમાં આપી શકાય છે.
૬) ફકત એક મજુરથી એક દિવસમાં ર૦,૦૦૦ થી વધુ ટ્રે ભરીને બીજ રોપી શકાય છે.
૭) ખૂબજ ઓછા સમયગાળામાં ધરૂને ટ્રેમાંથી બહાર કાઢી ખેતરમાં લઈ જઈ શકાય.
પ્લગીંગ પધ્ધતિમાં વપરાતા સાધનો ઃ-
૧) પ્લગીંગ પધ્ધતિથી ધરૂ ઉછેર માટે વપરાતી પોર ટ્રે.
ર) ટ્રેમાં વપરાશમાં લેવાતા મટીરીયલને એક સરખું મિશ્રણ કરતુ રોટરી મશીન.
૩) મીડીયાને સ્ટરીલાઈઝેશન કરવા વપરાતુ મશીન.
૪) બીજ રોપવા માટે વપરાતુ ઓટોમેટીક મશીન .
પ) બીજ રોપાણ બાદ ટ્રેને ટ્રાન્સપોર્ટ કરવા માટે વપરાતી ટ્રોલી.
૬) ધરૂ છોડને ટે્ર માંથી બહાર કાઢવા માટે વપરાતું પ્લગ પુશર.
કઠોળવર્ગના બીજને રાઈઝોબિયમ, ધાન્યવર્ગના બીજને એઝેટોબેકટર કે એઝોસ્પાયરીલમ તેમજ વિવિધ પાકોમાં અલભ્ય તત્વને લભ્ય બનાવતા સુક્ષ્મ જીવાણુઓનાં કલ્ચરની બીજ માવજત આપી વાવણી કરવાથી પાક ઉત્પાદન વધુ મેળવી શકાય છે. આ પ્રકારની બીજ માવજતથી સુક્ષ્મ જીવાણુઓની ખાસીયત મુજબ પાકને નાઈટ્રોજન કે અન્ય પોષક તત્વો પુરા પાડે છે.
પાણીમાં ઓગળી શકે તેવા કીટનાશકોઃ આ પ્રકારના કીટનાશકોના સુક્ષ્મ રજકણો પાણીમાં ઓગળી જાય છે અને દ્રાવણ બનાવે છે. તેથી તે ‘સોલ્યુબલ પાઉડર’ (એસપી) તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે આવા કીટનાશકોમાં સક્રિય તત્વનું પ્રમાણ ૨૦ થી માંડી ૭૫% સુધી હોય છે. દા.ત. એસીટામીપ્રીડ ૨૦%, એસીફેટ ૭૫% વેટેબલ પાઉડરની જેમ આ પ્રકારના
આભાર – નિહારીકા રવિયા કીટનાશકોના છંટકાવ વખતે સ્પ્રેયરમાં એજીટેટરની જરૂર પડતી નથી.
આભાર – નિહારીકા રવિયા