બાબરા પોલીસ મથકે નોંધાયેલા NDPS હેઠળના ગુનામાં પકડાયેલા આરોપી ડાયાભાઈ ભીખાભાઈ વાળાને સાવરકુંડલાની સ્પેશિયલ NDPS કોર્ટે જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે. આરોપી તરફે અમરેલીના જાણીતા એડવોકેટ પિન્ટુ  ગોરખીયાએ ધારદાર રજૂઆતો કરી હતી.એડવોકેટ ગોરખીયાએ નામદાર કોર્ટ સમક્ષ જામીનના મૂળભૂત સિદ્ધાંતો, બંધારણીય જોગવાઈઓ અને સુપ્રીમ કોર્ટ તેમજ વિવિધ હાઈકોર્ટના ચુકાદાઓ ટાંકીને તર્કસંગત દલીલો કરી હતી. આ દલીલો અને કાયદાકીય પાસાઓને ધ્યાને લઈને સ્પેશિયલ જજ  શેઠીએ  આરોપીની જામીન અરજી ગ્રાહ્ય રાખી તેમને જેલમુક્ત કરવાનો હુકમ કર્યો છે.