અમદાવાદમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે ટેસ્ટની એપોઇન્ટમેન્ટ લેવી હોય તો અરજદારોએ હવે લાંબી રાહ જાવી પડી રહી છે. દિવાળી પહેલાં લાઇસન્સ મેળવવાની આશા રાખતા ઉમેદવારો માટે ટેસ્ટની તારીખ મેળવવી મુશ્કેલ બની શકે છે. અમદાવાદ આરટીઓમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આશરે ૩૦ દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે. એઆઈ આધારિત ટેસ્ટ ટ્રેક પર પ૦ ટકાથી વધુ ઉમેદવારો નાપાસ થતા હોવાનું જાણવા મળતાં ફરી ટેસ્ટ આપવાની પ્રક્રિયા અને નવી અરજીઓના કારણે બેકલોગ વધ્યો છે.અમદાવાદના જે અરજદારો હવે ગાંધીનગર આરટીઓમાં ટેસ્ટ આપવા જાય છે તેમને પણ લાંબી રાહ જાવાની Âસ્થતિનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને નોકરી, અભ્યાસ અથવા રોજિંદા કામકાજ માટે ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂર હોય તેવા ઉમેદવારો માટે ટેસ્ટની તારીખનું આયોજન મુશ્કેલ બની રહ્યું છે. આમ, અમદાવાદથી ગાંધીનગર ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જતા ઉમેદવારો માટે ૪૦ દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે.
ગાંધીનગર આરટીઓમાં એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ઉમેદવારોની વાહન ચલાવવાની ક્ષમતાનું મૂલ્યાંકન થાય છે. ટેસ્ટ દરમિયાન નિર્ધારિત માપદંડનું પાલન ન થતાં ઉમેદવારો નાપાસ થાય છે. ત્યાર બાદ તેમણે ફરી ટેસ્ટ માટે એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. નવા અરજદારોની સંખ્યા અને રિટેસ્ટની પ્રક્રિયાના કારણે ઉપલબ્ધ સ્લોટ પર દબાણ વધે છે.દિવાળી દરમિયાન વતન જવા, પરિવાર સાથે પ્રવાસ કરવા અથવા રોજિંદા વાહનવ્યવહાર માટે લાઇસન્સ મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે સમયસર ટેસ્ટ આપવો મહત્વનો છે, જાકે ૪૦ દિવસના વેઇટિંગના કારણે છેલ્લી ઘડીએ અરજી કરનારાઓને દિવાળી પહેલાં ટેસ્ટની તક મળશે કે નહીં તે એપોઇન્ટમેન્ટની ઉપલબ્ધતા પર નિર્ભર રહેશે.અમદાવાદના અરજદારો માટે પણ ટેસ્ટની તારીખ નક્કી કરતાં પહેલાં સંબંધિત આરટીઓમાં ઉપલબ્ધ સ્લોટ અને પ્રક્રિયાની વિગતો તપાસવી જરૂરી છે. હાલમાં ૪૦ દિવસનું વેઇટિંગ ગાંધીનગર આરટીઓમાં છે. અમદાવાદ આરટીઓમાં પણ એટલું જ વેઇટિંગ છે, જેથી દૂર સુધી ધક્કો ખાતાં પહેલાં એક વાર સ્લોટ ચેક કરીને એપ્લાય કરવું જરૂરી.










































