અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં ઘુસાડાતા દારૂને લઈને પોલીસ સતર્કતા દાખવી રહી છે, તેના જ પરિણામે અવાર નવાર દારૂનો મસમોટો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે દાહોદ જિલ્લામાં પ્રોહિબિશનની ગેરકાયદે હેરાફેરી સામે પોલીસને મોટી સફળતા મળી છે.
દાહોદની ખંગેલા ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રક સહિત કુલ રૂ.૧ કરોડ ૪૦ લાખ ૨૫ હજાર ૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે.
દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે ખંગેલા ચેકપોસ્ટ નજીક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન હિમાચલ પ્રદેશ પાસિંગની એક ટ્રક આવતા તેને રોકવામાં આવી હતી.
ટ્રકને રોકવાનો ઈશારો કરતા ટ્રક ચાલક અને ક્લીનર ટ્રકમાંથી ઉતરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જાકે પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ ટ્રકની તપાસ કરતા તેમાં ભારતીય બનાવટની ઇંÂગ્લશ દારૂની ૧,૪૫૯ પેટીમાંથી કુલ ૩૭,૬૩૨ બોટલ મળી આવી હતી. દારૂના જથ્થાની કિંમત આશરે રૂ.૧ કરોડ ૨૦ લાખ ૬ હજાર ૮૪૦, જ્યારે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ ટ્રકની કિંમત આશરે રૂ.૨૦ લાખ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ત્રણ મોબાઇલ ફોન, ભારતીય ચલણી નોટો સહિતનો મુદ્દામાલ મળી કુલ રૂ.૧ કરોડ ૪૦ લાખ ૨૫ હજાર ૮૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
દાહોદના ડીવાય એસપી જગદીશ ભંડારીએ આ વિશે જણાવ્યું હતું કે, ખંગેલા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન એક ટ્રકને રોકીને તપાસ કરવામાં આવી હતી. ટ્રકમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા પોલીસે ટ્રક સહિત કુલ રૂ.૧.૪૦ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હાલ પોલીસે સમગ્ર મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. દારૂનો આ જથ્થો ક્્યાંથી લાવવામાં આવ્યો હતો, ક્્યાં પહોંચાડવાનો હતો અને આ હેરાફેરીમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.







































