ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આગામી બે-ત્રણ મહિનામાં મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થવાની સંભાવના છે. આ ચૂંટણી ગાંધીનગર મહાનગરપાલિકાના અસ્તિત્વ પછી ચોથી વખત યોજાશે.પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસે બહુમતી મેળવીને પોતાની બોડી બનાવી હતી. ત્યારબાદની ચૂંટણીમાં ટાઈ પડતાં ભાજપે કોંગ્રેસના એક ઉમેદવારને તોડીને બોડી બનાવી હતી. હવે આગામી ચૂંટણી પહેલાં કોંગ્રેસે વહેલી તકે તૈયારીઓ શરૂ કરી છે. શહેર કોંગ્રેસે ચૂંટણી લડવા ઇચ્છુક કાર્યકરો પાસેથી ફોર્મ મંગાવ્યા હતા, જેમાં ૧૬૫ કાર્યકરોએ ઉમેદવારી કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.ગાંધીનગર શહેર કોંગ્રેસ દ્વારા બે દિવસ સુધી ઉમેદવારી ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા અને વર્તમાન કોંગ્રેસ બોડીના હોદ્દેદારો સહિત ૧૬૫ નેતાઓએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આમાં વોર્ડ નંબર ૬માં સૌથી વધુ ઉમેદવારો છે. નોંધનીય વાત એ છે કે વિધાનસભા ટિકિટની માંગ કરનાર કેટલાક કાર્યકરોએ પણ અહીં ઉમેદવારી કરી છે.
ગાંધીનગર શહેર કોંગ્રેસ પ્રમુખ શÂક્ત પટેલે કહ્યું, “ભાજપ કહેતી હતી કે કોંગ્રેસ પાસે ચૂંટણી લડવા માટે ઉમેદવારો નથી, પરંતુ માત્ર બે દિવસમાં ૧૬૫ કાર્યકરોએ ઉમેદવારી નોંધાવી તે જ બતાવે છે કે કોંગ્રેસ મજબૂતીથી લડશે. આ વખતે નવા યુવાન અને તરવરીયા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે. કોંગ્રેસ હંમેશા નાગરિકોની સાથે છે. દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલી બર્બરતાના વિરોધમાં અમે અવાજ ઉઠાવ્યો છે અને આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને વિજયી બનાવીશું.” મહાનગરપાલિકાની બેઠકોનો ઇતિહાસઃ વર્ષ ૨૦૧૧માં ૩૩ બેઠકોમાં કોંગ્રેસે ૧૮ અને ભાજપે ૧૫ બેઠકો જીતી હતી. વર્ષ ૨૦૧૬માં ૩૨ બેઠકોમાં ૧૬-૧૬ની ટાઈ પડી હતી. વર્ષ ૨૦૨૧માં ૪૪ બેઠકોમાં ભાજપે ૪૧, કોંગ્રેસે ૨ અને આપે ૧ બેઠક જીતી હતી. પછી કોંગ્રેસના બે ઉમેદવારો ભાજપમાં જાડાતાં હાલ ભાજપ પાસે ૪૩ બેઠકો છે.આ વખતે કોંગ્રેસે વહેલી તકે તૈયારીઓ શરૂ કરીને ભાજપને જવાબ આપવાનો સંકલ્પ કર્યો છે, જ્યારે આપ હજુ સુધી નિર્ધારિત વ્યૂહરચના વિના જણાઈ રહ્યું છે.