શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ અમરેલી સંચાલિત કર્મચારી મંડળ દ્વારા સરકારી અને રાજકીય ક્ષેત્રે પ્રગતિ કરનાર સમાજના ભાઈઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ એડવોકેટ કમલેશભાઈ સોલંકી, શેખ પીપરીયા ગામના મેડિકલ ઓફિસર ડા. કાર્તિકભાઈ સોલંકી તથા હિરેશભાઈ ગોહિલનું શાલ અને પુષ્પગુચ્છ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજના ઉપપ્રમુખ મનસુખભાઈ ચૌહાણ, મંત્રી અને કર્મચારી મંડળના પ્રમુખ સી. કે. ટાંક, સહમંત્રી અને સેવા સંઘના પ્રમુખ સુરેશભાઈ સોલંકી તેમજ ટ્રસ્ટીઓ જયંતીભાઈ મનાણી અને મનુભાઈ ટાંક સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સેવા સંઘના પ્રમુખ સુરેશભાઈ સોલંકીએ જણાવ્યું કે સમાજનું ગૌરવ વધારનારા આ ભાઈઓની કામગીરી અન્ય લોકો માટે પ્રેરણારૂપ બનશે.




































