રાજુલાના ધારેશ્વર ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભત્રીજો કોઈ કામધંધો કરતો ન હોવાથી તેને સમજાવવા ગયેલાં કાકીને ભત્રીજાએ ઢીકાપાટુ વડે માર માર્યો હતો. આ બનાવ અંગે કુંવરબેન રાઘવભાઈ વિંજુડા (ઉ.વ.૫૦)એ પ્રવિણ ઉર્ફે જગા દુર્લભભાઈ વિંજુડા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેઓ અને તેમના દિયર એક જ ફળિયામાં બાજુ-બાજુમાં રહે છે.તેમના દિયરનો દીકરો કોઈ કામકાજ કરતો ન હોવાથી તેને આ બાબતે સમજાવવા જતાં તેણે ઢીકાપાટુ વડે મૂંઢમાર માર્યો હતો. ઉપરાંત લાકડી વડે માથામાં એક ઘા મારી ઈજા
પહોંચાડી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ આર. કે. વરૂ આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.