બાબરા તાલુકાના લુણકી ગામની પરિણીતા પર સુરત અને ઉત્તર પ્રદેશ (UP) માં શારીરિક-માનસિક અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે દિવ્યાબેન મનુભાઇ ગેલાણી (ઉ.વ.૩૦)એ તેમના સુરત સ્થિત પતિ શરદભાઇ પરેશભાઇ દિયોરા, સસરા પરેશભાઇ દિયોરા તથા માસાસાસુ જીજ્ઞાબેન દિયોરા સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ, લગ્ન બાદ આશરે પોણા બે વર્ષના સમયગાળા દરમિયાન પતિ શરદભાઇ, સસરા પરેશભાઇ અને માસાસાસુ જીજ્ઞાબેને કરિયાવર બાબતે મેણાં-ટોણાં મારી પરિણીતાને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપ્યો હતો. એટલું જ નહીં, પરિણીતા જ્યારે પિયર (માવતર) આવતી હતી ત્યારે પતિએ તેને માર મારી, ગાળો આપી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે બાબરા પોલીસ સ્ટેશનના
એએસઆઈ વિશાલભાઇ એન. જાની વધુ તપાસ ચલાવી રહ્યા છે.