મગફળીઃTrichoderma એક લાભદાયક ફૂગ છે, જ્યારે Bacillus લાભદાયક બેક્ટેરિયા છે. બંને અલગ-અલગ રીતે રોગકારક ફૂગને દબાવે છે અને છોડની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. યોગ્ય ગુણવત્તાવાળા ઉત્પાદનો હોય તો બંને એકબીજાના પૂરક બની શકે છે. મગફળીમાં વધુ ઉત્પાદન લેવા મગફળી જ્યારે ૩૦ દિવસની થાય ત્યારે ખાસ કરીને નાઇટ્રોજન ફોસ્ફરસ અને સલ્ફરના બેક્ટેરિયા વાપરવા જરૂરી છે. આ માટે રાઈઝોબીયમ
કલ્ચર , પીએસબીના તેમજ થાયોબેસીલાસ બેક્ટેરિયાનો ઉપયોગ કરવાથી સારું પરિણામ મળે. માઈક્રોરાઈયજા મગફળીમાં ઉપયોગ કરવો જોઈએ કે જ્યારે મગફળી ૩૦ દિવસથી નાની હોય તેને ૧૯ઃ૧૯ઃ૧૯ ૧૦૦ ગ્રામ સાથે સાયગ્રીગાયકોલ પંપમાં નાખી છંટકાવ કરવો. ૪૦ દિવસની થાય ત્યારે મગફળીમાં ૧૨ઃ૬૧ઃ૦ ૧૦૦ ગ્રામ સાથે સુક્ષ્મ તત્વોનું મિશ્રણ ગ્રેડ-૪ ૨૦-૨૫ ગ્રામ પંપમાં નાખી છંટકાવ કરવો. મગફળી ૪૫ દિવસની થાય ત્યારે ૦ઃ૫૨ઃ૩૪ ૧૦૦ ગ્રામ પંપમાં નાખી છંટકાવ કરવો. વધુ પડતા ભેજ અને વાદળછાયાં વાતાવરણમાં ચૂસિયાં જીવાતોનો ઉપદ્રવ વધવાની શક્યતા છે, તેથી ખેતી પાકોનું નિરીક્ષણ કરતા નિયંત્રણ કરવાની જરૂરિયાત ઉભી થાય તો યોગ્ય શોષક પ્રકારના કીટનાશકનો છંટકાવ કરવો
દિવેલા: વાવણી સમય
• પિયત ખેતી માટે દિવેલાની વાવણી ૧પ મી ઓગષ્ટ પછી કરવાથી પાકને ઘોડીયા ઈયળ તથા ડોડવા કોરી ખાનાર ઈયળોના ઉપદ્રવથી બચાવી શકાય છે.
• જી.સી.એચ.૭, જી.સી.એચ-૯ ખરીફ દિવેલાની વાવણી ઓગષ્ટના બીજા પખવાડિયા સુધીમાં કરવી.
• બિયારણ નો દર: ૬ કિલો / હેકટરે, બીજને બાવિસ્ટીન ૨ ગ્રામ અથવા થાયરમ ૩ ગ્રામ કિલો દિઠ પટ આપવો.
પાકમાં રાસાયણિક ખાતર: ૧૨૦+૫૦+૫૦ ના. ફો. પો. આપવું
• નાઈટ્રોજન અને પોટાશ પાયામાં ૫૦% તેમજ નાઈટ્રોજન બાકી રહેલ બે હપ્તામાં તથા પોટાશ ૪૫ દિવસે બાકીનો જથ્થો આપો.
• ખારા પાણીમાં દિવેલા ઉગાડવા જીસી-૩ જાતનું વાવેતર કરવા ભલામણ છે. રાસાયણિક ખાતર સાથે છાણીયું ખાતર૧૦ટન તથા જીપ્સમ ૩ ટન હેકટરે નાખવું.
મગફળીઃ- ચોમાસા દરમ્યાન વરસાદ પૂરતો અને સપ્રમાણ વહેંચણી થયેલ હોય તો મગફળી પાકને વધારાના પિયત આપવાની જરૂર રહેતી નથી. પરંતુ, જો ફૂલ આવવા, સૂયા ઉતરવા અને ડોડવામા દાણાના વિકાસ થવાની અવસ્થાએ વરસાદ ન હોય અને જમીનમા ભેજની ખેંચ જણાય તો વધારાનુ પિયત આપવાથી સારૂ ઉત્પાદન મેળવી શકાય છે. દરિયાકાંઠાની હલકી પ્રતવાળી છીછરી જમીનમા વરસાદની અછતમાં પાકને બચાવવા પુરતુ જ કુવાના પાણીથી પિયત આપવુ. મુંડાના નિયંત્રણ માટે ૫હેલો સારો વરસાદ થયા ૫છી શેઢાઢપાળા ૫ર આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડના ડાળા હલાવી નીચે પડેલ ઢાલિયાને વીણાવી લઈ કેરોસીનવાળા પાણીમાં નાશ કરવોઈ ખેતરની ચારે બાજુ આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડ ઉ૫ર કાર્બારીલ ૫૦ વેપા ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવોઈ
થડ / ડોડવાનો સડો લક્ષાણો: જમીનની લગોલગ તથા અંદર થડ ઉપર આછા ભુખરા રંગનાં ધાબા દેખાય. થડ ઉપર સફેદ ફૂગના તાંતણા દેખાય જેમા ફૂગની ગોળાકાર સફેદ રંગની પેશીઓ બને. વખત જતા આ પેશીઓ (સ્કલેરોશીયા) રાઈના દાણા જેવી બને છે. સફેદ ફૂગ ડોડવા પર પણ જોવા મળે. જેને કારણે દાણાં જાંબુડીયા રંગના થઈ જાય. રોગ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો આખો છોડ સફેદ ફૂગના તાંતણાંથી ધેરાઈ જાય. અંતે આખો છોડ સુકાઈ જાય છે.
નિયંત્રણ: આ રોગ ખાસ કરીને જમીન મારફતે ફેલાય છે. ધાન્ય પાકોની પાક ફેરબદલી કરવી. જમીનમા સેડવેલ સેન્દ્રીય ખાતર નાંખવું. અસરગ્રસ્ત વિસ્તારમાં મગફળીમાં પાળા ન ચડાવવા
કપાસઃખાતર આપવાની રીતોસામાન્ય રીતે કપાસના પાકમા ખાતર છાંટીને, જમીનની અંદર ખેતી ઓજારો દવારા પાકના પાન ઉપર સીધો છંટકાવ કરાવીને (ખાસ કરીને નાઈટ્રોજન તત્વ), પાકમાં આપવાનાં પાણી સાથે વિગેરે દ્વારા આપી શકાય છે. નાઈટ્રોજન યુકત ખાતરો પાકનાં જીવનકાળ દરમ્યાન જરૂરિયાત મુજબ એક કરતાં વધારે હપ્તામાં આપવામાં આવે છે. પૂર્તિખાતર આપવાનો આધાર પાકનો પ્રકાર, પાક લેવાનો હેતુ, પાકનો જીવનકાળ, જમીનનો પ્રકાર, પિયત વ્યવસ્થા વિગેરે ઉપર આધાર રાખે છે. કપાસના તેમજ પાકમાં નીંદામણ કર્યા પછી જ પૂર્તિ ખાતર આપવું જોઈએ.
કપાસના પાકમાં સંકલિત જીવાત નિયંત્રણઃસામાન્ય રીતે કપાસ પાકમાં જીવાત નિયંત્રણ માટે ૬(છ) પધ્ધતિઓ જેવી કે,(૧) કર્ષણપધ્ધતિ, (ર) યાંત્રિક પધ્ધતિ, (૩) ભૌતિક પધ્ધતિ, (૪) ફેરોમેન ટ્રેપનો ઉપયોગ, (પ) જૈવિક નિયંત્રણ અને (૬) રાસાયણિક પધ્ધતિ. આ બધી જ પધ્ધતિઓનું જીવાતની પ્રવૃતિ અને ખાસિયતોને ધ્યાને લઈ તેનું સંકલન કરી દરેક પધ્ધતિઓનો થોડો ફાયદો મેળવી જીવાત નિયંત્રણ કરવાથી તેનું અસરકારક પરિણામ મેળવી શકાય છે. કપાસમાં સંકલિત જીવાત નિયંત્રણ માટે નીચે જણાવેલ પધ્ધતિઓને કપાસની વૃધ્ધિ અવસ્થાએ તેમજ જુદી જુદી જીવાતો નુકસાન અને ખાસિયતોને ધ્યાને લઈ સમયાંતરે તેનો ઉપયોગ કરવો જોઈએ.
• પાકની ફેરબદલી કરવી
• ફેરોમેન ટ્રેપ ગોઠવી જીવાતની મોજણી કરવી
• પિંજર પાક દિવેલાની વાવણી કરવી લશ્કરી ઈયળનું નિયંત્રણ કરી શકાય છે.
•પિંજર પાક ગલગોટાની વાવણી કરવી લીલી ઈયળનું નિયંત્રણ કરી શકાય છે.
•ખેતરમાં પરજીવી પરભક્ષાઓની જાળવણી કરવી
• પરજીવી ટ્રાયકોગ્રામાનો ઉપયોગ કરી જીંડવાની ઈયળનું નિયંત્રણ કરી શકાય છે.
• પરભક્ષા ક્રાયસોપાનો ઉપયોગ કરી ચૂસિયા પ્રકારની અને જીંડવાની ઈયળોને કાબુમાં રાખી શકાય છે.
• કપાસમાં લીલી ઈયળ અને લશ્કરી ઈયળ માટેનું વિષાણુંયુકત દ્રાવણ(એન.પી.વી.) અનુક્રમે ૪પ૦ અનેરપ૦ ઈયળયુનિટ પ્રતિ હેકટરે છાંટવાથી ઈયળોમાં રોગ ઉત્પન્ન થાય છે ને ઈયળ નાશ પામે છે.
ખેતરમાં પક્ષીઓને બેસવાની વ્યવસ્થા ગોઠવવીઃ ચૂસીયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે: • બ્યુવેરીયા બાસીયાના ૮૦ થી ૧૦૦ ગ્રામ + ડાયમીથોએટ ૧૦ થી ૧૫ મિઈલીઈ પ્રતિ પંપ
• બ્યુવેરીયા બાસીયાના ૮૦ થી ૧૦૦ ગ્રામ + થાયોમીથોકઝામ ૩ થી ૪ ગ્રામ પ્રતિ પંપ
• બ્યુવેરીયા બાસીયાના ૮૦ થી ૧૦૦ ગ્રામ + કાર્બોસલ્ફાન ૭ થી ૧૦ મિઈલીઈ પ્રતિ પંપ
સુકારો ઃ કપાસના ધરુ મૃત્યુનો રોગ વાવેતર બાદ એક માસ દરમ્યાન આવતો હોય, છુટા છવાયા નાના ધરુ સુકાતા જોવા મળે કે તુરત ડાયથેન એમ – ૪૫, અથવા કોપર ઓકઝીકલોરાઈડ અથવા કાર્બેન્ડાઝીમ મિશ્રણ સુકાતા છોડની આજુબાજુના ૫૦ – ૬૦ છોડના થડ પાસે રેડવુ તથા ૪ થી ૫ દિવસ પછી યુરિયા કે એમોનિયમ સલ્ફેટ આપવું
અડદ: નિંદણ નિયંત્રણ માટે ફલીઝાલોફોપ – ઈથાઈલ ૪૦ ગ્રામ/હે. વાવેતરબાદ ૨૦ દિવસે છંટકાવ કરવો. ચણા અને મગ તથા અન્ય પાકમાં મૂળખાઈ સુકારા માટે ટ્રાઈકોર્ડમાં વીરીડી અથવા ટ્રાઈકોર્ડમાં હરજીયાનમ નો ઉપયોગ કરો
તુવેરઃ તુવેરનાં બિયારણનો દર ૧૫ થી ૨૦ કિલો હેક્ટર રાખવો અને બીજને કાર્બેન્ડાઝીનનીમાવજત આપવી..
વાવેતર ૧૦ ઓગષ્ટ સુધીમાં કરી દેવું અને ખાતર ૧૧૦ કિલો ડીએપી આપવું. રીલે પાક
આંતરરીલે પાક માં બે મગફળીની લાઈન પછી એક તુવેર અથવા ત્રણ મગફળીની લાઈન પછી એક એરંડાની લાઈનનું વાવેતર કરવું
ડુંગળીનું ધરૂ ઉછેર:
• એક હેક્ટર માટે ૪ થી ૫ ગુઠામાં ધરૂનું વાવેતર કરવું. જમીનનું સોલેરાઈઝેશન કરવું.
• ધરૂવાડીયામાં બે ટન છાણીયુ ખાતર તેમજ ૫ થી ૬ કિલોગ્રામ યુરીયા અને ૪ કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ જમીનમાં ભેળવવું.
• ગાદી કયારા ૪ થી ૫ મીટર લાંબા, ૧ થી ૧.૫ મીટર પહોળા અને ૧૫ સે.મી. ઉચાઈના બનાવવા. જેથી કયારામાં પાણી ભરાઈ ન રહે અને ધરૂના કહોવાનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય.
• એક હેક્ટરના વાવેતર માટે ૮ થી ૧૦ કિલોગ્રામ બિજની જરૂર પડે છે.
• બીજને વાવતા પહેલા થાયરમ ૩ ગ્રામ દવાનો એક કિલો બીજ દીઠ પટ આપવો.
• ત્યાર બાદ ૩ ઈંચના અંતરે લાકડાની પંજેઠી થી ચાસ ખોલવા / પાડવા અને તેમાંબીજ હરોળમાં આવવા.
• આ બીજ વાવેલા ચાસને હળવી લીલી શેડોનેટ ઢાંકી દેવી. ત્યાર બાદ સવાર – સાંજ ઝારાથી પાણી આપવું.
• દસ દિવસ પછી ઉપરની શેડોનેટ કાઢી નાખવી અને ધરૂમાં કહોવારો આવ્યો હોય અથવા ન આવે તે માટે રીડોમીલ ૨ થી ૩ગ્રામ૧૦ લીટર પાણીમાં લઈ ઝારાથી ૧ ચોરસ મીટર વિસ્તારમાં ૩ લીટર પ્રમાણે આપવું.
• ધરૂવાડીયામાં સમયસર પિયત, પાક સંરક્ષણ તેમજ નિંદામણ કરતા રહેવું.
લીંબુઃ
• જો લીંબુના પાકને ફુલો આવવાના સમયમાં ફેરફાર કરી ઉનાળાના સમય દરમ્યાન વધારે ઉત્પાદન મેળવી શકાય તો લીંબુની ખેતી વધારે નફાકારક બનાવી શકાય.
• આ માટે ચોમાસું પુરૂ થયા બાદ વાડીને ખેડી ગોડી નાખવી અને જમીનને ર૦ દિવસ સુધી તપવા દેવી.
• સુકી અને રોગિષ્ઠ ડાળીઓ કાપી દૂર કરવી અને બોર્ડો મિશ્રણ નો છંટકાવ કરવો.
• વીસ દિવસ બાદ ભલામણ પ્રમાણે ખાતરો આપી હળવું પિયત આપવુ જેથી ફુલો આવવાની શરૂઆત થશે.
• ઘણી વખત આવી માવજત આપ્યા બાદ વધારે વાનસ્પતિક વૃધ્ધિ થવાથી ફુલો આવતા નથી.
• આવા સંજોગોમાં ૧૦ પી .પી. એમ., ર,૪-ડી અથવા પ૦ પી.પી. એમ., એન. એ. એ. નો ૧ ટકા યુરિયાના દ્રાવણ સાથે છંટકાવ કરવો વધુમાં લીંબુના ફળો બરાબર બેસી ગયા બાદ ર ટકા યુરિયા સાથે ર૦ પી. પી. એમ., એન. એ.એ. ના ૧ થી ર છંટકાવ કરવાથી ફળનું ખરણ ઘટે છે અને ફળના કદ અને વજનમાં વધારો થાય છે.