મગફળી:
• મગફળીમાં કેલ્શિયમની ઉણપનાં કારણે પણ ડોડવા કાળા પડતા હોય છે તેના માટે બજારમાં મળતા કેલ્શિયમ, બોરોન અને ઝીન્કનું મિશ્રણ મળે છે. પંપમાં ૨૦ મિલી નાખી છંટકાવ ૪૫ થી ૬૦ દિવસ વચ્ચે કરવો.
• ફૂગ માટે મેટાલેક્ઝીલ+મેન્કોઝેબ અથવા કોપરઓકઝીકલોરાઈડ + મેટાલેક્ઝીલ નું દ્રેન્સિંગ કરવું.
સોયાબીનમાં આવતી મુખ્ય જીવાતઃ હાલ ઝરમર વરસાદથી લશ્કરી ઈયળ/ સેમીલુપર આવવાની શક્યતા છે તેના નિયંત્રણ માટે
• પ્રકાશ પિંજર નો ઉપયોગ કરવો.
• મોઝણી માટે ફેરોમન ટ્રેપ ૬ પ્રતિ હેક્ટર ગોઠવવા.
કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મી.લી. અથવા ક્વીનાલફોસ ૨૫ ઈસી ૨૦ મી.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલિપોલ ૨૦ એસસી ૩ મિ.લિ. અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઇસી ૫ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુજી ૪ ગ્રામ પૈકી કોઈ૫ણ એક દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
ફૂગ ઃ હાલના વાતાવરણમાં ફૂગ આવવાની શક્યતા છે તેમાટે વિવિધ પ્રકારની ફૂગ જેવી કે બ્યુવેરીયા બાઝિયાના,મેટારીઝીયમ એનીસોપ્લી, વર્ટીસીલીયમ લેકાની અને નોમુરીયા રિલે જીવાત નિયંત્રણ માટે અસરકારક માલૂમ પડેલ છે. આવી એન્ટોમોપેથોજેનીક ફૂગ કીટકના સંપર્કમાં આવતા તેના પર પરજીવીકરણ કરી તેમાં રોગ ઉત્પન્ન કરે છે. કીટકના શરીરની બહારની ત્વચા ભેદી ફૂગની કવકજાળ કીટકની દેહગુહામાં દાખલ થાય છે. તે ઉપરાંત આવી ફૂગ કેટલાક ખાસ પ્રકારના ઝેરી પદાર્થ પણ ઉત્પન્ન કરે છે. તેથી કીટક મૃત્યુ પામે છે. ફૂગની અસરકારક વૃધ્ધિ માટે નીચુ તાપમાન તથા ભેજવાળું વાતાવરણ જરૂરી છે. આ ફૂગની અસરકારકતા પાન ઉપર નુકસાન કરતાં જમીનની અંદર રહેતા કીટકની ઉપર વધુ જોવા મળે છે. બ્યુવેરીયા તથા મેટારીઝીયમ ફૂગ બહુભોજી કીટનાશક હોવાથી ૧૦૦ થી વધુ પ્રકારના કીટકોના નિયંત્રણ ઉપયોગી જોવા મળેલ છે. મગફળીના પાકમાં ધૈણના નિયંત્રણ માટે મેટારીઝીયમએનીસોપ્લીના પરીણામો આશાસ્પદ જણાયેલ છે.
ડુંગળી: કાંદાની ડુંગળીના પાકમાં મોગરાનું પ્રમાણ જોવા મળે એટલે કે તૂરતજ મોગરા ભાંગી નાખવા. મોગરાને કારણે કાંદાની ગુણવતતા નબળી પડતી હોવાથી અવાર નવાર નિયમિત મોગરા ભાંગતા રહેવું.
પાક સંરક્ષણ: રોગ: જાંબલી ધાબાનો રોગ (પરપલબ્લોગચ):- આ રોગમાં પાન ઉપર જાંબલી રંગના ધાબા જોવા મળે છે અને આવા ધાબાની આજુબાજુનો ભાગ સફેદ થઈ જાય છે. અને પાન સુકાઈ જાય છે. આ રોગના નિયંત્રણ માટે મેન્કોંઝેબ ૭પ વે.પા. અથવા કલોરોથેલોનીલ ૭પ વે.પા. ૧૦ લીટર પાણીમાં ર૭ ગ્રામ અથવા કાર્બેન્ડામઝીમ પ૦ વે.પા. ૧૦ લીટર પાણીમાં ૧૦ ગ્રામ દવા ભેળવી વારાફરતી ર થી ૩ છંટકાવ ૧૦-૧૦ દિવસના અંતરે કરવા.
જીવાત: થ્રીપ્સણ: પુખ્તા કિટક પાનમાંથી રસ ચૂસી ધસરકા પાડે છે રસ ચૂસેલો ભાગ સફેદ થઈ કોકડાઈ સુકાઈ જાય છે આ જીવાતના નિયંત્રણ માટે પ્રોફેનોફોસ ૪૦ ટકા + સાયપરમેથ્રીન ૪ ટકા ૧૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમા અથવા ફીપ્રોનીલ પ ઈ.સી. અથવા કાર્બોસલ્ફા+ન રપ ઈ.સી. ર૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમા ભેળવી વારાફરતી ૮ થી ૧૦ દિવસના અંતરે છંટકાવ કરવા.
મરચી: મરચીનો કાળા ધબ્બાનો રોગઃ છોડની કળી ઉપર બદામી રંગના ટપકાં જોવા મળે છે. રોગના ચિન્હો આગળ જતાં મરચી ઉપર બાક આકારના ડાઘ પડે છે. આ રોગના નિયંત્રણ માટે મેન્કોઝેબ ૦.૨ ટકા (૨૦ ગ્રામ / ૧૦ લિટર પાણીમાં ) અથવા ક્લોરોથેલોનીલ (કવચ) ૦.૨ ટકા (૨૦ ગ્રામ / ૧૦ લિટર પાણીમાં ) નો છંટકાવ કરવાથી નિયંત્રણ મેળવી શકાય છે.
નાળીયેરી: બીજની પસંદગી ઃ પસંદ કરેલ માતૃઝાડમાંથી પરિપકવ (૧૧ થી ૧ર માસના) નાળિયેરને ઉતારી તેમાંથી મોટા કદના ગોળાકારથી લંબગોળ કદના, રોગજીવાત મુકત નાળિયેરને પસંદ કરી છાયામાં એક થી દોઢ માસ આરામ આપવો.
રોપ ઉછેર: નાળિયેર બીજમાં પ્રમાણસર પાણી હોય તેવા નાળિયેર બીજને નર્સરીની અંદર ૩૦ સે.મી. × ૩૦ સે.મી. ના અંતરે બીજનું મુખ જમીન ઉપર ખૂલ્લું રહે તે રીતે ઉભા વાવવા. ત્યારબાદ નિયમિત જરૂર મુજબ પાણી આપતા રહેવું. વાવેતર બાદ પાંચ માસે ૧૮૦ કિલો નાઈટ્રોજન (૯૦ કિલો યુરિયાના રૂપમાં તથા ૯૦ કિલો એરંડીના ખોળના રૂપમાં) પ્રતિ હેકટરે આપવાથી રોપની વૃધ્ધિ સારી જોવા મળેલ છે. નર્સરીમાં જરૂર મુજબ નીંદામણ તેમજ પાકસંરક્ષાણના પગલાં લેવા.
વિષાણું (વાયરસ): કીટકોમાં ન્યુકલીયર પોલીહેડ્રોસીસ વાયરસ (એનપીવી), સાઈટોપ્લાઝમીક પોલીહેડ્રોસીસ વાયરસ (સીપીવી) અને ગ્રેન્યુલોસીસ વાયરસ(જીવી)થી રોગ થાય છે. તે બધા પૈકી જીવાત નિયંત્રણ માટે એનપીવીનો ઉપયોગ સવિશેષ થાય છે. ઇયળો જયારે એનપીવી યુકત ખોરાક ખાય છે ત્યારે વિષાણુ તંદુરસ્ત ઇયળના પાચનતંત્રમાં પ્રવેશે છે. જયાંથી તે રૂધિરાભિસરણ તંત્રમાં જઈને રૂધિરમાં વૃધ્ધિ પામે છે અને ઇયળના શરીરમાં રહેલા તંદુરસ્ત કોષોનો નાશ કરે છે. રોગિષ્ટ ઇયળો પેટના ભાગે ગુલાબી રંગની થઈ છોડની ટોચની ડાળી ઉપર જઈ ઉંધી લટકે છે અને ત્યાં જ લટકતી અવસ્થામાં મૃત્યુ પામે છે. આવી મૃત ઇયળોને અડકતાની સાથે જ તેની ચામડી ફાટી જાય છે અને તેના શરીરમાંથી વિષાણુ યુકત દુર્ગંધ મારતું પ્રવાહી બહાર નીકળી આવે છે. આ પ્રવાહી બીજી તંદુરસ્ત ઇયળોના ખાવામાં આવે તો તે પણ રોગિષ્ટ બની મૃત્યુ પામે છે. આવા વિષાણુઓ દરેક કીટક માટે વિશિષ્ટ પ્રકારનાં હોય છે. હાલમાં લીલી ઇયળ અને લશ્કરી ઇયળના નિયંત્રણ માટે ખાસ વિકસાવેલ એનપીવી બજારમાં ઉપલબ્ધ છે. તે બાયોવાયરસ,વાયરીન,
હેલીસાઈડ, બાયોકીલ, સ્પોડોસાઈડવગેરે નામે મળે છે. કપાસ,તુવેર, ચણા અને ટામેટાના પાકમાં નુકસાન કરતી લીલી ઇયળ અને તમાકુ,દિવેલા,કોબીજ અને કોલી ફલાવરના પાકમાં નુકસાન કરતી પાન કાપી ખાનારી ઇયળ (સ્પોડોપ્ટેરા) માટે વિકસાવેલ એનપીવીનો ઉપયોગ કરવાની ભલામણ થયેલ છે. મગફળીના પાકમાં લીલી ઈયળના નિયંત્રણ માટે પ્રતિ હેકટરે રપ૦ ઈયળ આંક (એલ.ઈ.) વિષાણુ જન્ય (વાયરસ-એન.પી.વી.) (દ્રાવણના ચાર છંટકાવ) પ્રથમ છંટકાવ લીલી ઈયળના ઉપદ્રવની શરૂઆત થયે અને ત્યારબાદ દર પાંચ દિવસના અંતરે ત્રણ છંટકાવની ભલામણ છે. શેરડીની ગાભમારની ઇયળ અને દિવેલાની ઘોડીયા ઇયળ માટે ગ્રેન્યુલોસીસ વાયરસની ઓળખ થવા પામેલ છે. સૂર્યપ્રકાશમાં રહેલ પારજાંબલી કિરણોથી વિષાણુ નાશ પામતા હોવાથી તેનો છંટકાવ ઢળતી સાંજે કરવો હિતાવહ છે.












































