અમરેલી જિલ્લાના તમામ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬ માટે પ્રવેશ પ્રક્રિયાના ચોથા રાઉન્ડનો પ્રારંભ તા.૨૯ ઓગસ્ટથી થશે. ત્રીજા રાઉન્ડ બાદ GCVT તથા NCVT Non-Affiliated ટ્રેડની ખાલી રહેલી બેઠકો પર તા.૧૦ સપ્ટેમ્બર સુધી ‘વહેલા તે પહેલા’ના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. જે ઉમેદવારોએ અગાઉ ફોર્મ ભરવાનું ચૂકી ગયા હોય અથવા પ્રવેશ મળ્યો ન હોય, તેઓ નજીકની આઇટીઆઇનો રૂબરૂ સંપર્ક કરી શકશે. અમરેલી આઇટીઆઇના આચાર્ય દ્વારા લાયક ઉમેદવારોને આ તકનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.રોજગારીલક્ષી ટેકનિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી યુવાનો પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકશે.









































