દામનગરના શાખપુરના બલર પરિવારની પુત્રી અને ગારિયાધાર તાલુકાના સુરનગરના માવાણી પરિવારની પુત્રવધૂ તથા સુરતના મેયર માયાબેન માવાણીએ રક્ષાબંધન પર્વે પોતાના વતન શાખપુરની મુલાકાત લીધી હતી. ગામલોકોએ તેમનું ગૌરવવંતું સન્માન કરી ખુશી વ્યક્ત કરી હતી. માયાબેને બાળપણની સ્મૃતિઓ વાગોળી માતૃભૂમિને સ્વર્ગથી પણ ચડિયાતી ગણાવી હતી. તેમણે ખોડિયાર માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.






































