ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ખાતે આવેલી સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ સાતમ-આઠમના તહેવારો નિમિત્તે તા. ૨ સપ્ટેમ્બર, બુધવારથી તા. ૪ સપ્ટેમ્બર, શુક્રવાર સુધી ત્રણ દિવસ બંધ રહેશે. તા. ૫ સપ્ટેમ્બર, શનિવારથી હોસ્પિટલ ફરી રાબેતા મુજબ કાર્યરત થશે. રજાના દિવસોમાં ઇમરજન્સી અને પ્રસુતિ વિભાગ ૨૪ કલાક ચાલુ રહેશે. હોસ્પિટલમાં દર મંગળવારે નિયમિત રજા રહે છે. છેલ્લા ૧૫ વર્ષથી અહીં ઓપીડી, લેબ રિપોર્ટ, દવાઓ, એક્સ-રે, સોનોગ્રાફી, ઓપરેશન, ઇમરજન્સી, ઇકો અને ટીએમટી સહિતની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. દર્દી અને તેમના સગાઓને પણ નિઃશુલ્ક ભોજનની સુવિધા ઉપલબ્ધ છે.








































