અમરેલી જિલ્લામાં પોલીસે બે સ્થળેથી ૧૧ જુગારીઓને ઝડપીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. બંને સ્થળેથી મળીને કુલ રૂ. ૧૪,૦૬૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. બગસરાના બાલાપુર ગામે તીનપત્તીનો જુગાર રમતાં ૭ ઇસમો ઝડપાયા હતા, જેમની પાસેથી રોકડા રૂ. ૧૦,૩૧૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. રાજુલામાંથી સમસુદીન ઉમેદઅલી વીરમાણી, હરેશભાઇ મસરીભાઇ ગોહિલ, અકબરભાઇ સલીમભાઇ કુરેશી તથા દિપકભાઇ રામજીભાઇ બાબરીયા ગંજીપત્તાનાં પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા રોકડ રકમ રૂ. ૩,૭૫૦ સાથે ઝડપાયા હતા.









































