નવાબંદર મરીન પોલીસે તડ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન ફોર-વ્હીલમાં બનાવેલા ચોરખાનામાંથી ૪૦ બોટલ ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ મારૂતિ ફ્રન્ટી કાર નં. ય્ત્ન-૨૩-છ-૭૫૨૮માં ડેકી તથા દરવાજાના ભાગે ચોરખાનું બનાવવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન રૂ.૧૦,૯૨૪નો દારૂ અને રૂ.૨૫,૦૦૦ની કાર મળી કુલ રૂ.૩૫,૯૨૪નો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસે જૂનાગઢના ભનજીભાઈ રાવલીયાની ધરપકડ કરી પ્રોહિબિશનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.










































