પીપળલગ ખાતે અમરેલી ખેડૂત ઉત્પાદક અને રૂપાંતર સહકારી મંડળી લી. (FPO) દ્વારા પર્યાવરણ જતન અને હરિયાળી ક્રાંતિના સંદેશ સાથે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. અમરેલી જિલ્લા સહકારી સંઘ તથા FPOના અધ્યક્ષ મનીષ સંઘાણીના હસ્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મનીષ સંઘાણીએ પોતાના હસ્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણીમાં વૃક્ષોના મહત્વ અંગે જણાવ્યું હતું. તેમણે ગ્લોબલ ર્વોમિંગ અને આબોહવા પરિવર્તન જેવી ગંભીર સમસ્યાઓ સામે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતો અને સહકારી મંડળીઓ કૃષિ સાથે પર્યાવરણના સંરક્ષણમાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. કાર્યક્રમમાં FPOના પદાધિકારીઓ, સહકારી આગેવાનો, ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ વાવેલા છોડના ઉછેર અને જતનનો સંકલ્પ લીધો હતો.







































