બાબરા ખાતે ઉડાન લેડીઝ ક્લબ અને વીરબાઈ માં સત્સંગ દ્વારા ‘વેલકમ જન્માષ્ટમી’ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાંકરિયા ચોરા ખાતે પૂજાબેન મકવાણાના ઘરે યોજાયેલા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બહેનો, વૈષ્ણવો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ અને દાણલીલાના રાસનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં સૌએ ઉત્સાહભેર ભાગ લેતા વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું.









































