બાબરાથી લીલવડા થઈ વાંકીયા તરફ જતા મુખ્ય માર્ગની દયનીય હાલત અંગે બે દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું. રોડની ખરાબ સ્થિતિ અંગે સ્થાનિકોની સમસ્યાને વીડિયો મારફતે તંત્ર સમક્ષ રજૂ કરી તાત્કાલિક રીપેરીંગ અને રીસરફેસિંગની માંગ કરવામાં આવી હતી.આ રજૂઆતના બે દિવસમાં જ બાબરા-લીલવડા-વાંકીયા રોડનું કામ શરૂ થતાં સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. AAPઆગેવાનોએ જણાવ્યું કે, વિપક્ષનું કામ માત્ર વિરોધ કરવાનું નથી, પરંતુ જનતાના પ્રશ્નો તંત્ર સમક્ષ મજબૂતાઈથી રજૂ કરી ઉકેલ આવે ત્યાં સુધી અવાજ ઉઠાવવાનો છે.આગામી દિવસોમાં પણ લાઠી વિધાનસભા વિસ્તારમાં રોડ, પાણી, શિક્ષણ અને આરોગ્ય સહિતના પ્રશ્નોને લઈને સતત રજૂઆત કરવામાં આવશે.










































