અમરેલીના પ્રતાપપરા ગામમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓએ પ્રાકૃતિક ખેતી અંગે યોજાયેલી માર્ગદર્શન બેઠકનો લાભ લીધો હતો. આ પ્રસંગે પ્રાકૃતિક વિકાસ બોર્ડમાંથી તાલુકા અને જિલ્લા કક્ષાએથી ઉપસ્થિત રહેલા તુષાબેન, ગાયત્રીબેન, રોહિતભાઈ, નિલેશભાઈ અને જીદભાઈએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી થતા ફાયદા અને તેની પધ્ધતિઓ વિશે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. બેઠકને સફળ બનાવવા પ્રગતિશીલ ખેડૂત સંદીપભાઈ ધાનાણી, જયંતીભાઈ વઘાસિયા અને જગદીશભાઈ કાથરોટીયાએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અંગે રસપૂર્વક માહિતી મેળવી હતી.