બાબરાના કોટડાપીઠા ગામના ખેડૂતો દ્વારા અમરેલી કલેક્ટર કચેરી ખાતે વીજલાઈનના મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરીએ એકઠા થઈ સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોની માંગ છે કે તેમની ખેતીની જમીનમાંથી વીજલાઈન પસાર કરવામાં ન આવે અને વીજલાઈન દરિયાઈ માર્ગે પસાર કરવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે જમીનમાંથી વીજલાઈન પસાર થવાથી ખેતી અને જમીનના ઉપયોગ પર અસર થવાની શક્યતા છે. આ વિરોધમાં મોરબીના જેતપર ગામ તેમજ લાઠી અને બાબરા પંથકના ખેડૂતો પણ જોડાયા હતા. ખેડૂતોએ એકસાથે ઉગ્ર રજૂઆત કરી વીજલાઈનનો માર્ગ બદલવાની માંગ કરી હતી. સમગ્ર મામલે તંત્ર યોગ્ય નિર્ણય લે તેવી ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.