ખાંભા શહેરમાં રાત્રિના સુમારે અંદાજે ચાર વાગ્યે કાયદો અને વ્યવસ્થાની જાળવણી અર્થે પેટ્રોલીંગ કરી રહેલા હોમગાર્ડ જવાન પ્રવીણ સરવૈયા પર મોઢે રૂમાલ બાંધીને આવેલા ત્રણ અજ્ઞાત ઈસમોએ લોખંડની ટી વડે માથાના ભાગે પ્રાણઘાતક પ્રહાર કરતા ચકચાર મચી ગઈ છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત જવાનને ત્વરિત હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.અરજદાર એવા પીડિત જવાને આક્ષેપ કર્યો છે કે સ્થાનિક ગ્રામ પંચાયતમાં વ્યાપ્ત કથિત ભ્રષ્ટાચાર વિરુધ્ધ તેમણે કરેલી રજૂઆતોનું વૈમનસ્ય રાખી આ હુમલો કરવામાં આવ્યો હોવાની પ્રબળ આશંકા છે.સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત કર્મચારી પર જ સરેઆમ હુમલો થતાં સ્થાનિક રહીશોમાં આક્રોશ વ્યાપ્યો છે. અસામાજિક તત્વો સામે દાખલારૂપ કાનૂની કાર્યવાહી કરવા અને રાત્રિ સુરેક્ષા સઘન બનાવવાની ઉગ્ર માગ ઊઠી છે.








































