વેણીવદર પાસે કુદરતી હાજતે જઈને ઊભેલા લોકોને લોડિંગ રિક્ષાએ ટક્કર માર્યાની ઘટના સામે આવી હતી. આ અંગે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વાવડી (ખડ) ગામના ભોળાભાઈ ગુણવંતભાઈ ઉર્ફે ગુણુભાઈ રાઠોડે લોડિંગ રિક્ષાના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, તેમનો દીકરો વિશાલ તથા સાક્ષીઓ વેલાભાઈ વિહાભાઈ ગમારા અને સુરેશભાઈ વલ્લભભાઈ મકવાણા ત્રણેય વરુડીથી વેણીવદર તરફ જતા હતા. વેણીવદરથી એકાદ કિલોમીટર પહેલાં રોડની સાઈડમાં ‘વિમેક્સ ક્રોપ સાયન્સ લિમિટેડ’ (રાજકોટ બ્રાન્ચ)નું વાહન કુદરતી હાજતે જવા માટે ઊભું રાખ્યું હતું. ત્રણેય કુદરતી હાજતે જઈને વાહન પાસે ઊભા હતા, ત્યારે છકડો રિક્ષાના ચાલકે પાછળથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક રિક્ષા ચલાવીને વાહન સાથે અથડાવી દીધી હતી.આ અકસ્માતમાં તેમના દીકરા વિશાલને કમરના ભાગે ફ્રેક્ચર તથા શરીરે નાની-મોટી ઈજાઓ થઈ હતી, જ્યારે અન્ય બે સાક્ષીઓ વેલાભાઈ અને સુરેશભાઈ પણ ઈજાગ્રસ્ત થયા હતા.
અકસ્માત સર્જીને રિક્ષાચાલક ફરાર થઈ ગયો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ વી. વી. ડાભી વધુ તપાસ ચલાવી રહ્યા છે.









































