અમરેલી જિલ્લામાં પોલીસે ત્રણ સ્થળેથી ૧૮ પત્તાપ્રેમીઓને ઝબ્બે કર્યા હતા. સાવરકુંડલામાં બે સ્થળેથી ૧૫ પત્તાપ્રેમી ઝડપાયા હતા. સાવરકુંડલામાં મણીનગર, હાફીસા બાપુની ઓરડી પાસેથી અલફાજ દાદુભાઇ દલ, રફીકભાઇ રજાકભાઇ શેખ, સીકંદરશા સુવાલીશા રફાઇ, હુસેન રજાકભાઇ હીરીયા સહિત ૮ જુગારીઓ રોકડા રૂ. ૧૮,૫૧૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.જ્યારે નાના કોળીવાડના નાકા પાસેથી મોહીત ગોરધનભાઇ મકવાણા, પ્રકાશભાઇ નાથાભાઇ કારેણા, રમેશભાઇ અનીલભાઇ વનરા, વિજયભાઇ વિનુભાઇ મોલાડીયા સહિત સાત શકુનીઓ હાર-જીતનો જુગાર રમતાં રોકડા રૂ. ૧૩,૭૦૦ના મુદ્દામાલ સાથે મળ્યા હતા.બાબરામાં મોટા બસ સ્ટેન્ડ પાછળ બાપા સિતારામના ઓટા પાસેથી વાસીમભાઇ આલમભાઇ પઠાણ સહિત ત્રણ ઇસમો જાહેરમાં ગંજીપત્તાના પાનાથી તીનપત્તીનો પૈસાની હાર-જીતનો જુગાર રમતા રોકડા રૂ. ૩૬,૨૦૦ના મુદ્દામાલ સાથે મળી આવ્યા હતા. પોલીસે ત્રણેય સ્થળેથી મળીને કુલ રૂ. ૬૮,૪૧૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.