જાફરાબાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયાની ઉપસ્થિતિમાં મનહરભાઈ બારૈયાની જાફરાબાદ તાલુકા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રવીણભાઈ તોગડિયા ઉપરાંત રણછોડભાઈ ભરવાડ અને નિર્મળસિંહ ખુમાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સનાતન સંસ્કૃતિ, રાષ્ટ્રસેવા, હિન્દુ સમાજની એકતા અને સમાજજાગૃતિ જેવા વિવિધ વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના જાફરાબાદ તાલુકા પ્રમુખ તરીકે મનહરભાઈ બારૈયાના નામની સત્તાવાર જાહેરાત પ્રવીણભાઈ તોગડિયા દ્વારા કરવામાં આવી હતી. નવી જવાબદારી મળતા ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. જાફરાબાદ તાલુકામાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને સમાજજાગૃતિના કાર્યોને આગળ વધારવામાં તેઓ મહત્વની ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રાજુલા તાલુકા પ્રમુખ અજયભાઈ વાળા, રાજુલા શહેર પ્રમુખ ઉમેશભાઈ વરૂ, મહેશભાઈ હિરાણી, પ્રેસ ક્લબ ઓફ જાફરાબાદના પ્રમુખ પ્રતાપભાઈ વરૂ, જીતેન્દ્રભાઈ વરૂ, અધિવક્તા દુધાળા, જાફરાબાદ નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ પ્રફુલભાઈ બારીયા, કોળી સમાજ પટેલ મનહરભાઈ બારીયા, વિરમ બાપુ જાડેજા, શૈલેષભાઈ વઢવાણા, વેપારી પ્રમુખ જયેશભાઈ ઠાકર, હર્ષદભાઈ મહેતા અને મનોજભાઈ ચુડાસમા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.










































