૪નો ભોગ લેનારા ભાવનગર લઠ્ઠાકાંડની હજી શાહી સુકાઈ નથી ત્યાં વધુ એક વાર દારુનો મોટો જથ્થો ઝડપાયો છે. અમદાવાદ રાજકોટ હાઇવે પર પાણશીણા નજીક અંગ્રેજી દારૂની ૨૮૮૦ બોટલ ઝડપાઈ છે. આ જથ્થો ટ્રકના કન્ટેનરમાં બનાવેલા ચોરખાનામાં છુપાયેલો હતો જેની બજાર કિંમત ૨૯.૮૩ લાખ થવા જાય છે. પાણશીણા પોલીસે ટ્રક ચાલક દુર્ગારામ જાટની ધરપકડ કરી છે. પોલીસ દારૂ મંગાવનાર સાયલા-સુદામડા ગામના અજાણ્યા શખ્સોની પણ શોધખોળ કરી રહી છે.ભાવનગરના વરતેજ ડુપ્લીકેટ દારૂના મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીના ઘરના દ્રશ્યો સામે આવ્યાં છે. ગૌતમ સોલંકીનું વરતેજની આંબલીવાડી વિસ્તાર માં આવ્યું છે. ગૌતમ સોલંકીની સાથે રઈસ અને મુકેશ નામના વ્યÂક્તએ તેમના ઘરેથી દારૂમાં ભેળસેળ કર્યું હતું. બુટલેગરો ઉજ્જેનથી ૧૩૦ દારુની બોટલો લાવ્યાં હતા અને ગૌતમ સૌલંકીના ઘેર જ દેશી દારુ ભેળવાયો હતો.પોલીસે હાલ ૧૩૦ જેટલી બોટલો કબ્જે કરી છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ૨૮ પેટી દારૂ લાવવામાં આવ્યો હતો. ૧૫ પેટી જપ્ત કરાઈ અને ૧૩ પેટીઓ જપ્ત કરવા દોડધામ મચી હતી.નકલી દારૂનો જથ્થો અમદાવાદ ગ્રામ્યના કોઈ ગામમાં પહોંચ્યો હોવાની આશંકા છે. પોલીસ દ્વારા અમદાવાદ ગ્રામ્યના તમામ સરપંચો સાથે કરી મિટિંગ કરી છે. પોલીસે કોઈને પણ રોયલ સ્ટેગ નામનો વિદેશી દારૂનું સેવન ના કરે તે માટેની અપીલ કરી છે.