ધોરાજી સીટી પોલીસ સ્ટેશનના ઈ.ચા. પોલીસ ઈન્સ્પેક્ટર ડો. એમ.એમ. ઠાકોરના માર્ગદર્શન હેઠળ પોલીસે બાતમીના આધારે કુંભારવાડા વિસ્તારમાં રહેતા બોદુભાઈ સલીમભાઈના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. દરમિયાન પોલીસે વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૯૯૧ બોટલ મળી આવતા કુલ રૂ.૧,૭૩,૯૪૭નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપી વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને ઝડપી પાડવા પોલીસે તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહી દરમિયાન એએસઆઈ મહેશભાઈ રાડા, હેડ કોન્સ્ટેબલ વાસુદેવસિંહ જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.








































