ચિતલ ખાતે નવા નીરના આગમન નિમિત્તે પરંપરાગત રીતે નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબહેન ચોડવડિયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તથા જનકભાઈ તળાવિયા સહિતના મહાનુભાવોએ ચિતલ ખાતે ફૂલ અને શ્રીફળ પધરાવી નવા નીરને વધાવ્યા હતા.આ પ્રસંગે પરંપરાગત રીત-રિવાજ મુજબ નવા નીરની પૂજા કરી સૌના જીવનમાં સુખ, શાંતિ અને
સમૃધ્ધિ આવે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે આગેવાનો, પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.