તરશિંગડા ગામની વિનય વિદ્યા મંદિર હાઇસ્કૂલમાં સ્વતંત્રતા પર્વ દિન નિમિત્તે ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, વકતવ્યો, દેશભક્તિ નૃત્યો, પિરામીડ નૃત્ય અને વ્યસનમુક્તિ નાટક વગેરે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. શાળાના શિક્ષક ડા. દિલીપભાઇ મકવાણાએ સ્વતંત્રતા પર્વનું મહત્વ સમજાવ્યું હતું. તેઓએ વિદ્યાર્થીઓ પાસે વ્યસનમુક્તિ અંગેનું રમૂજી નાટક તૈયાર કરાવી રજૂ કર્યું હતુ.ગામના આગેવાન દિનેશભાઈ ગામીએ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપીને અને શાળા તરફથી શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે ગામના સરપંચ પ્રવિણભાઇ કોદાવલા, આચાર્ય કનકસિંહ ગોહિલ, ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.








































