હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કહ્યું કે જા આવતા વર્ષની શરૂઆતમાં પંજાબ વિધાનસભા ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) રાજ્યમાં સરકાર બનાવે છે, તો બધા ડ્રગ તસ્કરોને પંજાબમાંથી હાંકી કાઢવામાં આવશે. તેમણે કહ્યું કે જા ભાજપ સત્તામાં આવશે, તો તે રાજ્યમાં પ્રામાણિક અને પારદર્શક શાસન સુનિશ્ચિત કરશે.રામપુરા (અમૃતસર) માં પત્રકારો સાથે વાત કરતા, નાયબ સિંહ સૈનીએ પંજાબમાં વધતી જતી ડ્રગ્સની સમસ્યા પર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ડ્રગ્સનું વ્યસન આજે સમાજ સામે એક મોટો પડકાર બની ગયું છે. ડ્રગ્સનું વ્યસન માત્ર યુવાનોના સ્વાસ્થ્યને જ નુકસાન પહોંચાડતું નથી પરંતુ સમગ્ર પરિવારોના સપનાઓને પણ અસર કરે છે.સૈનીએ કહ્યું કે જા ભાજપ પંજાબમાં સરકાર બનાવે છે, તો ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમને રાજ્યમાંથી હાંકી કાઢવામાં આવશે. વધુમાં, યુવાનોને ડ્રગ્સના વ્યસનથી મુક્ત કરવા માટે મોટા પગલાં લેવામાં આવશે.તેમણે પંજાબમાં આમ આદમી પાર્ટી સરકાર પર તેના ચૂંટણી વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો. સૈનીએ કહ્યું કે છછઁ ના રાષ્ટÙીય સંયોજક અરવિંદ કેજરીવાલે છેલ્લી વિધાનસભા ચૂંટણી દરમિયાન પંજાબના લોકોને પ્રામાણિક શાસનનું વચન આપ્યું હતું, પરંતુ વર્તમાન સરકાર તે વચનો પૂરા કરવામાં નિષ્ફળ ગઈ છે.સૈનીએ આરોપ લગાવ્યો કે ભગવંત માનની આગેવાની હેઠળની આપ સરકાર પાછલી કોંગ્રેસ સરકાર કરતા પણ વધુ ભ્રષ્ટ સાબિત થઈ છે. તેમણે દાવો કર્યો કે જા ભાજપ પંજાબમાં સત્તામાં આવશે, તો તે ભ્રષ્ટાચારને કાબુમાં લેશે અને પારદર્શક અને જવાબદાર વહીવટ પ્રદાન કરશે. તાજેતરમાં અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ પર હુમલો થયો હતો. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી પંજાબમાં ડ્રગ્સની સમસ્યાથી નારાજ હતો.આગામી પંજાબ વિધાનસભાની ચૂંટણી ૨૦૨૭ માં યોજાવાની છે. સામાન્ય રીતે ફેબ્રુઆરી ૨૦૨૭ ની આસપાસ ચૂંટણી થવાની અપેક્ષા છે, પરંતુ ચૂંટણી પંચે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરી નથી. આવતા વર્ષે ફેબ્રુઆરીને બદલે આ વર્ષે નવેમ્બરમાં પંજાબ વિધાનસભાની ચૂંટણી યોજવા અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. રાજકીય વર્તુળોમાં આ મુદ્દા પર ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભટિંડામાં રોડ શો દરમિયાન વહેલી ચૂંટણીની શક્યતા વ્યક્ત કરી.