હેડિંગ્લી ટેસ્ટના પહેલા દિવસે, ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જાશ ટોંગે એકલા હાથે પાકિસ્તાનની અડધી ટીમને આઉટ કરી દીધી. આ રીતે, ટોંગે પણ પોતાના માટે એક મોટો રેકોર્ડ નોંધાવ્યો. પાંચ વિકેટ ઝડપીને, ટોંગ ચાલુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (ડબ્લ્યુટીસી) ૨૦૨૫-૨૭ માં ૫૦ વિકેટ મેળવનાર પ્રથમ બોલર બન્યો.ટોંગે લીડ્સમાં રમાઈ રહેલી ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં શાનદાર બોલિંગ કરી. તેણે ૯.૧ ઓવરમાં ૪૬ રન આપીને પાંચ વિકેટ લીધી, જેનાથી આ ડબ્લ્યુટીસી ચક્રમાં તેની વિકેટની સંખ્યા ૫૦ થઈ ગઈ. ટોંગે વર્તમાન ડબ્લ્યુટીસી ચક્રમાં ૧૦ મેચમાં ૫૦ વિકેટ લીધી છે. તે હાલમાં ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેના પછી ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્ક ૪૮ વિકેટ સાથે બીજા સ્થાને છે, અને ભારતના મોહમ્મદ સિરાજ ૪૧ વિકેટ સાથે ત્રીજા સ્થાને છે.
ડબ્લ્યુટીસી ૨૦૨૫-૨૭ માં સૌથી વધુ વિકેટો
જાશ ટંગ (ઇંગ્લેન્ડ) – ૫૦
મિશેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા) – ૪૮
મોહમ્મદ સિરાજ (ભારત) – ૪૧
બેન સ્ટોક્સ (ઇંગ્લેન્ડ) – ૩૯
જેડન સીલ્સ (વેસ્ટ ઇન્ડીઝ) – ૩૫
આ સિદ્ધિ ટંગ માટે પણ ખાસ છે કારણ કે તેણે આ ડબ્લ્યુટીસી ચક્રમાં ત્રણ વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી છે. ૫૦ વિકેટ પૂર્ણ કરીને, તે ડબ્લ્યુટીસી ચક્રમાં આ સીમાચિહ્ન સુધી પહોંચનાર છઠ્ઠો ઇંગ્લેન્ડ બોલર પણ બન્યો. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડ આ યાદીમાં ટોચ પર છે. તેણે ૨૦૧૯-૨૧ ઉ્ઝ્ર ચક્રમાં ૧૭ મેચમાં ૬૯ વિકેટો લીધી હતી. જેમ્સ એન્ડરસને ૨૦૨૧-૨૩ ચક્રમાં ૫૮ વિકેટો લીધી હતી, જ્યારે ઓલી રોબિન્સને ૫૩ વિકેટો લીધી હતી. આ પછી, ૨૦૨૩-૨૫ ડબ્લ્યુટીસી ચક્રમાં, ગુસ એટકિન્સને ૧૧ મેચમાં ૫૨ વિકેટ અને ક્રિસ વોક્સે ૧૨ મેચમાં ૫૧ વિકેટ લીધી.
ઇંગ્લેન્ડ માટે એક જ ડબ્લ્યુટીસી ચક્રમાં સૌથી વધુ વિકેટઃ
સ્ટુઅર્ટ બ્રોડ – ૬૯ (૨૦૧૯-૨૧)
જેમ્સ એન્ડરસન – ૫૮ (૨૦૨૧-૨૩)
ઓલી રોબિન્સન – ૫૩ (૨૦૨૧-૨૩)
ગસ એટકિન્સન – ૫૨ (૨૦૨૩-૨૫)
ક્રિસ વોક્સ – ૫૧ (૨૦૨૩-૨૫)
જાશ ટંગ – ૫૦* (૨૦૨૫-૨૭)
જાશ ટંગ પાસે હાલના ઉ્ઝ્ર ચક્રમાં હજુ પણ ઘણી મેચ બાકી છે, તેથી તે ઇંગ્લેન્ડ માટે એક જ ચક્રમાં સૌથી વધુ વિકેટ લેવાનો બ્રોડનો રેકોર્ડ તોડી શકે છે. જા કે, ડબ્લ્યુટીસીની એક જ આવૃત્તિમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ Âસ્પનર નાથન લિયોનના નામે છે. લિયોને ઉ્ઝ્ર ૨૦૨૧-૨૩ સીઝનમાં ઓસ્ટ્રેલિયા માટે ૨૦ મેચ રમી અને ૮૮ વિકેટ લીધી.














































