ભારતીય અર્થતંત્ર માટે એક નવી ચિંતા ઉભી થઈ છે. ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચએ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં ભારતનો જીડીપી વૃદ્ધિદર ૬.૮% રહેવાનો અંદાજ લગાવ્યો છે. પાછલા નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસદર ૭.૬% હતો. એજન્સીના મતે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ, ઇંધણ અને ખાદ્ય ફુગાવા, નબળો રૂપિયો અને કૃષિ પર અલ નીનોની સંભવિત અસરને કારણે વૃદ્ધિ ધીમી પડી શકે છે.ઇન્ડ-રાએ મે ૨૦૨૬ માં નાણાકીય વર્ષ ૨૭ માટે જીડીપી વૃદ્ધિ ૬.૭% રહેવાનો અંદાજ લગાવ્યો હતો. તે હવે ૬.૮% સુધી વધારી દેવામાં આવ્યો છે.આરબીઆઇએ તાજેતરમાં તેનો અંદાજ ૬.૬% થી વધારીને ૬.૭% કર્યો છે. આનો અર્થ એ થયો કે સ્થાનિક અર્થતંત્રની મજબૂતાઈ હોવા છતાં, બાહ્ય જાખમો ચિંતાનું કારણ છે.
રેટિંગ એજન્સીનો અંદાજ છે કે નાણાકીય વર્ષ ૨૭ માં ક્રૂડ ઓઇલનો સરેરાશ ભાવ પ્રતિ બેરલ ૮૫ આસપાસ હોઈ શકે છે. જૂન ક્વાર્ટરમાં, ભારતીય ક્રૂડ ઓઇલ બાસ્કેટનો સરેરાશ ભાવ પ્રતિ બેરલ ૧૦૧.૩૧ હતો. નીચા તેલના ભાવ ભારતને રાહત આપે છે, કારણ કે તે તેના આયાત બિલ અને ચાલુ ખાતાની ખાધ પર દબાણ ઘટાડે છે. જા કે, જા પશ્ચિમ એશિયાઈ કટોકટીને કારણે તેલના ભાવ વધે છે, તો ઇંધણ ફુગાવો વધી શકે છે, જે આર્થિક વિકાસને અસર કરશે.ઇન્ડ-રાએ નાણાકીય વર્ષ ૨૭ માં ડોલર સામે રૂપિયો સરેરાશ ૯૩.૯૮ રહેવાનો અંદાજ લગાવ્યો છે. એજન્સી અનુસાર, રૂપિયો વાર્ષિક ધોરણે આશરે ૬.૪% નબળો પડી શકે છે. વધુમાં, અલ નીનો કૃષિ ઉત્પાદન પર અસર કરે તેવી અપેક્ષા છે, જેના કારણે ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થવાની સંભાવના છે અને ફુગાવાના દબાણમાં વધારો થશે.ઇન્ડ-રાએ નાણાકીય વર્ષ ૨૭ માં છૂટક ફુગાવાનો સરેરાશ ૪.૯% રહેવાનો અંદાજ લગાવ્યો છે, જે નાણાકીય વર્ષ ૨૬ માં ૨% હતો. ચાલુ ખાતાની ખાધ જીડીપીના ૦.૬% થી વધીને ૧.૫% થઈ શકે છે. એજન્સી અનુસાર, ભારતને નાણાકીય વર્ષ ૨૭ માં વિદેશી મૂડી પ્રવાહ અને વિદેશી કંપનીઓ પાસેથી લોનમાં આશરે ૭૦ બિલિયન મળવાની અપેક્ષા છે.







































