રાજુલાના મહેતા મોલના માલિક કનુભાઈ મહેતાના જન્મદિવસ નિમિત્તે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરમાં ફીઝિયોથેરાપી માટેનું એક મશીન ભેટમાં આપવામાં આવ્યું હતું. આ તકે ફીઝિયોથેરાપીસ્ટ ડો. ધ્વનીબેન તેરૈયાએ જણાવ્યું કે, આ મશીનની જે ટેકનોલોજી છે તે ભારતમાં માત્ર છેલ્લા પાંચ મહિનાથી જ આવી છે, જે દર્દીને શરીરમાં સળીયો કે પ્લેટ જેવું બેસાડ્યું હોય તેવા દર્દીઓને તેનાથી દુખાવામાં રાહત મળે છે. ઉલ્લેખનીય છે કે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર એ એક નિશુલ્ક હોસ્પિટલ છે જ્યાં એક્સ-રે, લેબોરેટરીના રિપોટ્ર્સ, ઓપીડી, દવા અને દર્દીઓને જમવાની સુવિધા પણ નિશુલ્ક આપવામાં આવે છે.








































