ધારીના ગીગાસણ ગામની સીમમાં બીમારીથી પરપ્રાંતિય પરિણીતાનું મોત થયું હતું. આ અંગે મૂળ રાજસ્થાનના બાંસવાડાના ઢાલર ગામના નરેશભાઈ વિલુભાઈ ગરીયા (ઉ.વ.૨૧)એ જાહેર કર્યા મુજબ, તેમની પત્ની પાયલબેન (ઉ.વ.૨૦)ને છેલ્લા બે દિવસથી તાવ આવતો હતો. જેના કારણે બેભાન થઈ જતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ધારી વિભાગના એએસપી જયવીર ગઢવી વધુ તપાસ કરી રહ્યા છે.