સુરતમાં ૧૨ ઓગસ્ટ ૨૦૨૬ ના દિવસે ગુજરાત સ્ટેટ એઇડ્‌સ કંટ્રોલ સોસાયટી અને આરોગ્ય વિભાગ દ્વારા ‘ઇન્ટેન્સિફાઇડ આઈ.આઈ.સી. કેમ્પેઇન’ શરૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ૧૨ ઓક્ટોબર સુધી ચાલશે. કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલ, ડો. દિનેશ વસાવા, ડો. ભાવિન પટેલ અને પ્રિન્સિપાલ મુકેશભાઈ પટેલ, પૃથ્વિક દેસાઈ તથા સીમા દેસાઈ હાજર રહ્યા હતા.
યુવાનોને ૧૦૯૭ હેલ્પલાઇન અને ઊઇ કોડથી સાચી માહિતી મેળવવા સમજાવ્યા હતા.
ત્યારબાદ અધિકારીઓએ લીલી ઝંડી આપી રેલી પ્રસ્થાન કરાવ્યુ હતું. વિદ્યાર્થીઓ પ્લેકાર્ડ લઈને રસ્તા પર જાગૃતિ સંદેશાઓ આપ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યો હતા.