લાઠીના નારાયણનગરમાં એક પુરુષનો કાઠલો પકડી પાંચ ફડાકા ઝીંક્યા હતા તેમજ મુંઢ ઈજા પણ કરી હતી. આ અંગે કિશોરભાઈ ઉર્ફે ચીકુભાઈ પાલજીભાઈ ગોહિલ (ઉ.વ.૫૩)એ મીત ગઢવી અને યુગ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ પોતાની ઓટોરિક્ષા લઇને ગોદડિયા નગરની શેરીમાં આવતા હતા ત્યારે સામેથી ગાયોનું ધણ ચાલીને આવતું હતું.તે સમયે બંને આરોપીઓ મોટરસાયકલ લઇને આવ્યા હતા અને મીત ગઢવીએ ગાયો તેમની ઓટોરિક્ષા તરફ તગડી, શર્ટનો કાઠલો પકડી ચાર-પાંચ લાફા માર્યા હતા. તેમજ કુંડળીવાળી લાકડી વડે ડાબા પગના સાથળ તેમજ પિંડીના ભાગે ચાર-પાંચ ઘા મારી મુંઢ ઇજા પહોંચાડી હતી, જ્યારે યુગે તેમનો હાથ મચકોડી પકડી રાખ્યો હતો.
લાઠી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વિસ્મય માનસેતા વધુ તપાસ કરી રહ્યા છે.