બાબરાના વાવડી ગામેથી યુવતી ઘરેથી ચાલી નીકળી હતી. આ અંગે ભરતભાઇ શંભુભાઇ રાદડીયાએ જાહેરાત કર્યા મુજબ પ્રિયાંશીબેન ભરતભાઇ રાદડીયા (ઉ.વ.૨૧) પોતાની મેળે ઘરેથી કોઇને કહ્યા વગર ક્યાંક જતા રહી હતી. ઘણી શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.એમ.ડાંગર વધુ તપાસ કરી રહ્યા છે.









































