પત્નીએ ઘરમાં રહેલા વડીલોની સેવા કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
લગ્નજીવનમાં મતભેદો બાદ પતિનું ઘર છોડીને પિયર રહેવા જતી રહેલી અને વિના કારણ અલગ રહેતી પત્નીને ભરણપોષણ આપવાનો ફેમિલી કોર્ટે સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. અમદાવાદની ફેમિલી કોર્ટે એક મહ¥વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ અવલોકન કર્યું છે કે સીઆરપીસી કલમ-૧૨૫(૪) મુજબ જા પત્ની કોઈ પણ વાજબી કારણ વગર પતિનો ત્યાગ કરીને અલગ રહેતી હોય તો તે પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે હક્કદાર ઠરતી નથી. જાકે, પિતા પોતાની બાળકી પ્રત્યેની નૈતિક અને કાનૂની જવાબદારીમાંથી છટકી શકે નહીં તેવું ઠરાવી કોર્ટે સગીર દીકરીને માસિક ૫,૦૦૦ ભરણપોષણ પેટે ચૂકવવાનો પતિને આદેશ કર્યો છે.વ†ાલ વિસ્તારમાં રહેતી રÂશ્મકાબેને (ઓળખ છુપાવવા નામ બદલ્યું છે) પોતાના અને તેમની ૭ વર્ષની સગીર પુત્રી ‘દિયા’ના ભરણપોષણ માટે મુંબઈ ખાતે રહેતા પતિ કૌશિકભાઈ સામે સીઆરપીસી ૧૨૫ હેઠળ માસિક રૂ.૫૦,૦૦૦ના ભરણપોષણની અરજી કરી હતી. પત્નીનો આક્ષેપ હતો કે લગ્ન બાદ સાસરિયાઓ દહેજ બાબતે ત્રાસ આપતા હતા અને કંટાળીને પુત્રી સાથે ઘરમાંથી નીકળી જવું પડ્યું હતું.
સામાપક્ષે પતિના એડવોકેટે પ્રવિણ પી. પ્રજાપતિએ કોર્ટ સમક્ષ આધારભૂત પુરાવાઓ રજૂ કરતાં જણાવ્યું હતું કે, પત્નીએ સાસરિયાં પર મૂકેલા તમામ આક્ષેપો પાયાવિહોણા અને બનાવટી છે. પત્નીએ ઘરમાં રહેલા વડીલોની સેવા કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આ ઉપરાંત, પત્નીએ પોતાના બેરોજગાર ભાઈને આર્થિક મદદ કરવા માટે સાસરિયાના બેંક ખાતામાંથી બનાવટી સહીઓ કરીને ૧.૫૦ લાખની છેતરપિંડી કરી હતી તથા તિજારીમાંથી ૨.૩૨ લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ભાઈને પહોંચાડી દીધા હતા. આ અંગે અગાઉ મુંબઈના ચારકોપ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી પણ થઈ હતી અને ૧૦૦ના સ્ટેમ્પ પેપર પર પત્ની તથા તેના પરિવારે આ રકમ સ્વીકારી રકમ પરત કરવાનો સમાધાન કરાર પણ કર્યો હતો. પત્નીએ પતિ ઇÂન્ટરિયર ડિઝાઇનર હોવાનો અને માસિક રૂ.૧,૫૦,૦૦૦ કમાતો હોવાનો દાવો કર્યો હતો, પરંતુ તેનો કોઈ આધાર રજૂ કર્યો નથી. વાસ્તવમાં પતિ માત્ર સુથારી કામ કરી માસિક રૂ.૩૦,૦૦૦થી ૩૨,૦૦૦ કમાય છે અને તેના શિરે વૃદ્ધ માતા-પિતા અને ૯૫ વર્ષના પથારીવશ દાદીની દવા-સારવારની મોટી જવાબદારી છે. આ તમામ તથ્યોને ધ્યાને રાખી ફેમિલી કોર્ટે પત્નીની ભરણપોષણની અરજી ‘નામંજૂર’ કરી દીધી હતી, જ્યારે સગીર પુત્રીના ઉજ્જવળ ભવિષ્ય અને અભ્યાસ માટે અરજીની તારીખથી માસિક ૫,૦૦૦ ચૂકવવાનો પતિને આદેશ કર્યો હતો.
અરજદાર પત્નીએ પોતાની મૂળ અરજીમાં એવો જૂઠો દાવો કર્યો હતો કે તેને ૧૪ એપ્રિલ ૨૦૧૯ના રોજ ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી, પરંતુ રેકોર્ડ પર રજૂ થયેલા સમાધાન કરાર અને ઉલટતપાસમાં પત્નીએ જાતે સ્વીકાર્યું છે કે તે ફેબ્રુઆરી-૨૦૨૦ સુધી મુંબઈ ખાતે પતિના ઘરે જ રહેતી હતી. ત્યારબાદ ૧૭ એપ્રિલ ૨૦૨૦ના રોજ તે પોતાના ભાઈ અને બહેન સાથે સ્વેચ્છાએ તમામ ઘરવખરી લઈને પિયર ચાલી ગઈ હતી. પતિ તેને પરત લાવવા પ્રયત્નશીલ હોવા છતાં તે આવી ન હતી. આમ, કાયદા મુજબ કોઈપણ વ્યાજબી કારણ વગર પતિનો ત્યાગ કરનાર પત્ની ભરણપોષણ મેળવવા હક્કદાર નથી. પ્રવિણ પી. પ્રજાપતિ, પતિના એડવોકેટ ફેમિલી કોર્ટે તમામ મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ, તપાસની કાર્યવાહી તેમજ સમાધાન કરારોને ધ્યાને લેતા નોંધ્યું હતું કે, પત્નીએ પોતાની સાથે થયેલી શારીરિક મારઝૂડ કે ફ્રેક્ચર અંગે કોઈ જ તબીબી કે હોસ્પીટલના પુરાવા રજૂ કર્યા નથી. પત્ની પોતાની સ્વેચ્છાએ માતાની બીમારીનું બહાનું બતાવી ઘર-સરસામાન લઈને પિયર ચાલી ગઈ હતી અને પતિ તેડવા ગયો હોવા છતાં પરત આવી ન હતી. પત્ની પોતે ધોરણ-૧૦ સુધી ભણેલી છે અને બ્યૂટી પાર્લરનું કામકાજ જાણીને પોતાની આજીવિકા રળી શકે તેમ છે.







































