ગુજરાતભરમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉલ્લાસભેર અને ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યકક્ષાના મુખ્ય સમારોહથી લઈને વિવિધ જિલ્લાઓ, બીએસએફ કેમ્પ અને પક્ષના કાર્યાલયો સુધી સમગ્ર રાજ્ય દેશભક્તિના રંગે રંગાયું હતું. આ વર્ષે રાજ્યકક્ષાના આઝાદી પર્વની ઉજવણી ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડા. જીવરાજ મહેતાની પુણ્યભૂમિ અમરેલી ખાતે યોજાઈ હતી. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ લહેરાવી ધ્વજવંદન કરાવ્યું હતું.
અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું. સૌ પ્રથમ હેલિકોપ્ટર દ્વારા આકાશમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ ઝરમર વરસાદ વચ્ચે મહિલા જવાનોએ શાનદાર રાઇફલ ડ્રીલ રજૂ કરી હતી. આ સિવાય શિસ્તબદ્ધ પરેડ, સાંસ્કૃતિક કૃતિઓ, યોગ, બાઈક સ્ટંટ, ડોગ-શો અને માઉન્ટેડ અશ્વ-શો જેવા સાહસિક આકર્ષણોએ સૌના દિલ જીતી લીધા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના લોકો એકસાથે મળીને કામ કરે તો કઈ અશક્યા નથી. તેમણે નાગરિકો માટે વિના મુલ્યે પ્લોટ સહિત વિવિધ વિકાસકાર્યોની જાહેરાત પણ કરી. મુખ્યમંત્રીએ નાગરિકો માટે વિના મૂલ્યે પ્લોટ આપવા સહિતના વિવિધ વિકાસકાર્યોની મોટી જાહેરાતો કરી હતી. ગુજરાતના લોકો એકસાથે જાડાઈને કોઈ કામ કરે છે તો કંઈ જ અશક્ય નથી.
તેમણે ઉમેર્યું હતું કે પૂજ્ય બાપુ અને સરદાર વલ્લભભાઈ પટેલના પ્રદાનને યાદ કરી ૧૮૭૫માં બંકિમચંદ્ર ચટોપાધ્યાય દ્વારા રચિત ‘વંદે માતરમ્’ ગાનનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા ૨૫ વર્ષથી ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે. વિરાસતના જતન સાથે સોમનાથ મંદિરના પુનઃ નિર્માણના ૭૫ વર્ષની ઉજવણી, કૌશલ્યવાન યુવા શક્તિ, મહિલા સશક્તિકરણ અને પર્યાવરણ જાળવણી (ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવા) પર ભાર મૂક્યો હતો.
વડોદરા ખાતે આયોજિત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ધ્વજવંદન કર્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ તેઓ યુવાનો સાથે દેશભક્તિના રંગે રંગાયા હતા અને એક રેસ્ટોરન્ટમાં યુવાનો સાથે દેશભક્તિનું ગીત પણ ગાયું હતું.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વિશે જણાવ્યું હતું કે, તેમણે ટેકનો-સેવી યુવાનોને ગૂગલ સર્ચ કરવાનું આહ્વાન કરતાં કહ્યું કે, જર્મની કે ઇટાલીના એકીકરણમાં દાયકાઓ લાગ્યા હતા, જ્યારે સરદાર પટેલે માત્ર ૧૮ મહિનામાં ૫૬૨ રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કર્યું હતું. ડભોઇ ખાતે ૧૬૦ વિદ્યાર્થીઓની ક્ષમતાવાળા કુમાર અને કન્યા છાત્રાલય તથા આદિવાસી વિસ્તાર માટે નવા ૩ છાત્રાલય બનાવવાની જાહેરાત કરી.
તેમણે ઉમેર્યું હતું કે, પૂર નિવારણ માટે વિશ્વામિત્રી અને સૂર્યા નદી પર ૧૩ ચેકડેમ બનાવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો. તેમણે લોકોને વ્યસનમુક્તિની શપથ લેવડાવી હતી. ૧૬૦૦ કિ.મીની દરિયાઈ સીમા પરથી પાકિસ્તાન કે અન્ય દેશોમાંથી ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરાશે તો ગુજરાત પોલીસ સજ્જ છે. છેલ્લા ૫ વર્ષમાં ૭૫ વિદેશી ડ્રગ્સ તસ્કરોને જેલના સળિયા પાછળ ધકેલાયા છે અને તેમને જામીન મળવા દીધા નથી.
ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ધ્વજવંદન કર્યું હતું. તેમણે દેશની આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનારા અમર શહીદો અને સરહદ પર તૈનાત જવાનોને પ્રણામ કર્યા હતા. આ પ્રસંગે ઇજીજીના વક્તા ભાનુભાઈ દ્વારા ‘જનરલ ઝેડ’ અને વર્તમાન સામાજિક પરિપ્રેક્ષ્ય વિશે પ્રાસંગિક વક્તવ્ય આપવામાં આવ્યું હતું.
નવરચિત વાવ-થરાદ જિલ્લાના રાહ ખાતે પ્રથમ વખત ગૌરવપૂર્ણ રીતે આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ભારતીય પરંપરાગત પોશાક ‘અઢીવટા’ પહેરીને ધ્વજવંદન કર્યું હતું. હજારો નાગરિકોની ઉપસ્થિતિમાં સમગ્ર સરહદી વિસ્તાર ‘ભારત માતા કી જય’ના નારાઓથી ગુંજી ઊઠ્યો હતો.
કચ્છના ભુજ સ્થિત બીએસએફ કેમ્પ ખાતે બીએસએફ ડીઆઇજી યોગેન્દ્રસિંહ રાઠોડની વિશેષ ઉપસ્થિતિમાં ધ્વજવંદન યોજાયું હતું. જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર અને શિસ્તબદ્ધ પરેડ રજૂ કરીને તિરંગાને સલામી આપવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો પર ગ્રુપ ડાન્સ રજૂ કરીને સમગ્ર કેમ્પ પરિસરને દેશભક્તિના રંગે રંગી દીધું હતું
પંચમહાલ જિલ્લામાં ૮૦મા સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અત્યંત ઉત્સાહપૂર્વક યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના કૃષિ મંત્રી રમેશ કટારા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ મંત્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને ઉત્કૃષ્ટ