સુવાગઢ ગામની સીમમાં વિકળીયા તરફ જવાના કાચા રસ્તે ઝપાઝપી કરી ધમકી આપવાની ઘટના બની હતી. બનાવ સંદર્ભે બોટાદના ગઢડા તાલુકાના વિકળીયા ગામના સચિનભાઇ પરેશભાઇ મકવાણા (ઉ.વ.૨૫)એ લાઠીના સુવાગઢ ગામના હાર્દિકભાઇ મુકેશભાઇ ડાભી, મુકેશભાઇ
તળશીભાઇ ડાભી તથા હરેશભાઇ તળશીભાઇ ડાભી સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, સચિનભાઇના કાકાની દીકરી સુવાગઢ ગામના હાર્દિકભાઇ જેન્તીભાઇ પડાયા સાથે જતી રહી હતી.તે સુવાગઢ ગામના હાર્દિકભાઈ ડાભીના સંપર્કમાં હોવાથી સચિનભાઇએ તેમને હાર્દિક પડાયા વિશે પૂછપરછ કરી હતી.જે વાતનું મનદુઃખ રાખી આરોપીઓએ તેમને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ ઝપાઝપી કરી હતી. આ ઉપરાંત, સચિનભાઇ તથા સાક્ષી સાહિલને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.એ.ચારોલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.