ચલાલાના ગાયત્રી સંસ્કાર ધામ ખાતે સંત ડા. રતીદાદાના માર્ગદર્શન હેઠળ સર્વરોગ નિદાન અને સેવાકીય આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન દાંતના રોગોની તપાસ અને સારવાર કરવામાં આવી હતી તેમજ આંખોના નિદાન સાથે મોતિયાના ઓપરેશન માટે દર્દીઓની ચકાસણી કરાઈ હતી. જરૂરિયાત ધરાવતા દર્દીઓને રાજકોટની રણછોડદાસ બાપુ હોસ્પિટલ ખાતે મોતિયાના ઓપરેશન માટે લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઓપરેશન બાદ દર્દીઓ માટે નાસ્તો તેમજ સુરક્ષિત રીતે ઘરે પરત મોકલવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. કેમ્પમાં આયુર્વેદિક સારવાર વિભાગ પણ કાર્યરત રહ્યો હતો, જેમાં વિવિધ રોગોનું નિદાન કરી દર્દીઓને વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતું. સમગ્ર કેમ્પ દરમિયાન સેવાભાવી કાર્યકરો દ્વારા દર્દીઓને માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવી હતી.







































