સાવરકુંડલાના અમૃતવેલથી કેરાળા ગામ જવાના રસ્તે અકસ્માત સર્જાયો હતો. પારૂલબેન રાજેશકુમાર મહેતા (ઉં.વ.૫૬)એ મૂળ મધ્ય પ્રદેશના અને હાલ અમૃતવેલ ગામે રહેતા માંગીલાલ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ પોતાની ફોર વ્હીલ ચલાવી કેરાળા ગામે પોતાની ફરજ પર જતા હતા, તે વખતે અમૃતવેલ ગામથી કેરાળા ગામ જવાના રસ્તે રોડ પર સનેડા વાહનના ચાલક માંગીલાલે ટ્રોલી સાથે બેફિકરાઈથી અને ગફલતભરી રીતે, માનવ જિંદગી જોખમાય તે રીતે વાહન ચલાવી તેમની ફોર વ્હીલ ગાડી સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ રમેશભાઈ ભાનુભાઈ મારુ વધુ તપાસ કરી રહ્યા છે.






































