અમરેલી કોર્ટમાં ચાલી રહેલા કેસમાં વકીલ એસ.આર. કાતરીયાની ધારદાર દલીલથી આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો છે. જેમા અમરેલી સિટી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૩ર૪૦૩પ૧/ર૦ર૪થી ફોજદારી કાર્યરીતિ સંહિતા ૧૯૭૩ની કલમ ર૪૮(૧) અન્વયે આઈ.પી.સી. કલમ ૩ર૩, પ૦૪, પ૦૬(ર), ૧૧૪ તથા જી.પી. એકટની કલમ ૧૩પ મુજબની ફરિયાદ દાખલ થતા આરોપીઓ ઈરફાન ઉર્ફે ડોન, રહિમભાઈ મીઠાણી તથા રાહુલ ઉર્ફે ઘુઘો, રમેશભાઈ વાઘેલાની અટક કરી નામદાર અદાલતમાં રજુ કરવામાં આવેલ અને આરોપીઓને જયુડિશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવેલ અને ત્યારબાદ ચીફ જયુડિશ્યલ મેજીસ્ટ્રેટની અદાલતમાં બંને આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલો હતો. ઉપરોકત કેસના કામે આરોપીઓ તર્ફે વકીલ સંજયભાઈ આર. કાતરીયા રોકાયેલા હતા.







































