અમરેલી જિલ્લા પેરોલ-ફર્લો સ્ક્વોડે છેલ્લા ૬ માસથી સજા વોરંટમાં ફરાર રહેલા આરોપી પ્રકાશભાઈ જેઠાભાઈ ભાટીને સાવરકુંડલા રોડના નવા હુડકો ક્વાર્ટરમાંથી ઝડપી પાડ્‌યો હતો. જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ ચાલતા વિશેષ અભિયાન દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સોર્સના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. ભરણપોષણ કેસમાં કોર્ટના આદેશનું પાલન ન કરતાં આરોપી સામે સજા વોરંટ જારી થયું હતું.