લીલીયા તાલુકાના મોટા કણકોટ ગામની પ્રાથમિક શાળા દ્વારા સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત શાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ તેમજ આચાર્ય અને શિક્ષક ગણે સાથે મળીને મોટા કણકોટ ગામના મુખ્ય બજારમાં એક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી દરમિયાન ઉપસ્થિત સૌએ ‘સિંહ બચાવો-સિંહ બચાવા’ ના સૂત્રોચ્ચાર કર્યા હતા અને સિંહોનું જતન કરવા માટેનો સંદેશ આપ્યો હતો. ત્યારબાદ શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સિંહ વિશે ઉપયોગી સમજણ આપવામાં આવી હતી.