યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલ, ચલાલા ખાતે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને અવકાશ વિજ્ઞાન પ્રત્યે રસ કેળવાય તે હેતુથી વિશેષ વિજ્ઞાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. દીપ પ્રાગટ્ય અને સ્વાગત ગીતથી શરુ થયેલા આ કાર્યક્રમમાં ભારતભૂષણ મહેશભાઈ મહેતાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું, જ્યારે સંત ડા. રતિદાદાએ પ્રેરણાદાયી આશીર્વચન આપ્યા હતા. ઈસરોના વૈજ્ઞાનિક ડા. જયંત જોશીએ ઇસરોની સ્થાપના, વિકાસયાત્રા અને ભારતની અવકાશ સિધ્ધિઓ અંગે સરળ ઉદાહરણો સાથે પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ તકે રમણ સાયન્સ એન્ડ ટેકનોલોજી ફાઉન્ડેશનના ડાયરેક્ટર ડા. ચંદ્રમૌલી જોશી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછી પોતાની જિજ્ઞાસા સંતોષી હતી. ડાયરેક્ટર શીતલબેન મહેતા અને શાળા પરિવારે કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું.








































