લીલીયા તાલુકાના મહાદેવ મંદિર ખાતે પક્ષીઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશ કસવાલાની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. પક્ષીઓને આશ્રય અને માળાની વ્યવસ્થા મળી રહે તેવા ઉમદા હેતુથી પક્ષીઘર બનાવવામાં આવી રહ્યું છે. ગોઢાવદર, પૂજાપાદર અને લીલીયામોટા સહિતના ગામોને જોડતા આ પવિત્ર સ્થળે તળાવની આસપાસ પક્ષીઓને સુરક્ષિત આશ્રય મળી રહે તેવો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ કાર્યથી પક્ષીઓના સંરક્ષણને પ્રોત્સાહન મળશે.









































