લીલીયા તાલુકાના મુસાફરો માટે સુરત જતી સ્લીપર એસ.ટી. બસ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય મહેશ કસવાલા અને સાવરકુંડલા ડેપો મેનેજર વિમલ નથવાણી દ્વારા બસને લીલીઝંડી આપી રવાના કરવામાં આવી હતી. નવી બસ સેવા શરૂ થતાં લીલીયાથી સુરત જતા મુસાફરોને વધુ આરામદાયક મુસાફરીની સુવિધા મળશે. આ બસ સેવા લીલીયા તાલુકાના લોકો માટે મહત્વપૂર્ણ બની રહેશે. મુસાફરોમાં પણ નવી બસ સેવા શરૂ થતા ખુશીની લાગણી જોવા મળી હતી.