અમરેલી ડેપો દ્વારા મુસાફર જનતાની માંગને ધ્યાને લઈ અમરેલી-સોમનાથ એકસપ્રેસ શરૂ કરવામાં આવી છે. સોમવારથી શરૂ થયેલી બસ અમરેલીથી સવારે ૭ કલાકે ઉપડશે જે ચલાલા,ખાંભા, ધોકડવા, કોડીનાર ઉના થઈને સોમનાથ ૧ર કલાકે પહોચશે અને ત્યાંથી બપોરના બે કલાકે આ જ રૂટ પર પરત ફરશે. શ્રાવણ માસ પૂર્વે અમરેલી-સોમનાથ બસને સાંસદ ભરત સુતરીયા, અતુલ કાનાણી,ડી.સી.ભાવેશ પટેલ, ડેપો મેનેજર દવે સહિતના અધિકારીઓને લીલી ઝંડી આપી હતી.







































